Side Effect Of Tea : વધારે ચા પીવી જોખમકારક છે, પેટથી હૃદય સુધી થાય છે અસર

|

Feb 13, 2021 | 7:08 AM

Side Effect Of Tea : ચામાં કેફીન અને ટેનીન જેવા તત્વો વધુ પ્રમાણમાં ખોરાક જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેથી દિવસમાં મર્યાદિત માત્રામાં ચા પીઓ.

Side Effect Of Tea : વધારે ચા પીવી જોખમકારક છે, પેટથી હૃદય સુધી થાય છે અસર
Tea

Follow us on

Side Effect Of tea : એલચી અને આદુ તેમજ મસાલાવાળી કડક ચાની ચૂસકીમાં જેટલો આનંદ મળે છે. એટલું જ શરીરને નુકસાન પણ થાય છે. માર્યાદિત માત્રામાં ચા પીવી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને વધુ માત્રામાં ચા પીવી આપણા શરીર માટે નુકસાન થાય છે. આવો જોઈએ વધારે ચા પીવાથી આપણા શરીરને ક્યાં ક્યાં નુકસાન થાય છે.

આયર્ન અને પ્રોટીન
ચામાં ટેનીન નામનું તત્વ મોટા પ્રમાણમાં હોય છે. આનાથી શરીરમાં આયર્ન અને પ્રોટીન ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી થાય છે. તેથી વધારે પ્રમાણમાં ચા પીવાનું ટાળવું જોઈએ. દિવસમાં બે થી ત્રણ કપ ચા પુરતી છે.

એન્ટિબાયોટિક્સ દવાની અસર ઓછી થાય છે
ચા એન્ટીબાયોટીક્સ દવાની અસર ઘટાડે છે. એક રીપોર્ટ મુજબ ચા કીમોથેરાપી, ક્લોઝાપીન દવાઓનો પ્રભાવ ઘટાડે છે. જો તમે એન્ટીબાયોટીક્સ દવા લેતા હો તો તમારે ચા પીવાનું ટાળવું જોઈએ.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પેટ સંબંધી સમસ્યાઓ
વધારે પ્રમાણમાં ચાનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ પણ થઈ શકે છે. વધારે ચા પીવાથી પાચક શક્તિ અસંતુલિત થાય છે અને એસિડિટી, કબજિયાત, પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઇ શકે છે.

ગર્ભપાતનું જોખમ
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે ચા પીવી હાનિકારક સાબિત થઈ શકે છે. ચામાં કેફીન વધુ માત્રામાં હોય છે જેને ગર્ભમાં રહેલું બાળક પચાવી શકતું નથી જેના કારણે ગર્ભપાતનું જોખમ ઉભું થાય છે. આથી સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન ચા પીવાનું ટાળવું જોઈએ.

ચક્કર આવવા
વધારે માત્રામાં ચા પીવાથી ચક્કર આવવા જેવી સમસ્યાઓ થાય છે. ચામાં કેફીન વધુ માત્રામાં હોય છે, આથી વધુ પ્રમાણમાં ચા પીવાથી ચક્કર આવવા અને નબળાઇ જેવી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

હૃદયને લગતી ઘણી બીમારીઓ
વધારે પ્રમાણમાં ચા પીવાથી હૃદયને લગતી ઘણી બીમારીઓને ઉભી થાય છે. વધારે ચા પીવાથી હૃદયના ધબકારા વધે છે અને સાથે જ હૃદયમાં બળતરા થવી તેમજ હૃદયને લગતી ઘણી બીમારીઓ થઇ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 7:06 am, Sat, 13 February 21

Next Article