
આ પોષક તત્વો શરીરને સંતુલિત આહાર આપે છે જેમાં યોગ્ય માત્રામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને વિટામિન્સ મળી આવે છે. વજન વ્યવસ્થાપનથી લઈને ડાયાબિટીસ નિયંત્રણ સુધી, તમને અનપોલિશ્ડ રાઇસ ખાવાની સલાહ આપવામાં આવે છે.

બ્રાઉન, કાળા અને લાલ ચોખામાં ફાઈબરની સાથે તમામ પોષક તત્વો હાજર હોય છે, જેના કારણે તેને સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક માનવામાં આવે છે.અનપોલિશ્ડ રાઇસ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે કારણ કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પોલિશ્ડ ચોખા કરતા ઓછો છે. આ ખાવાથી શરીરમાં બ્લડ શુગરનું પ્રમાણ વધતું નથી. ભરપૂર માત્રામાં ફાઈબર હોવાને કારણે તે આપણી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. જે લોકોને પાચનની સમસ્યા હોય તેમણે પણ આ ભાત ખાવા જોઈએ. 4. ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે ઓછી માત્રામાં ખાવાથી પણ પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ છે.