Diabetes નું જોખમ ઘટાડશે ડુંગળી, સંશોધનમા ભલે સાબિત થયું સુપરફૂડ પણ ગેરફાયદા જાણવા જરૂરી

ડુંગળીમાં(Onion ) એસિડિક અસર હોય છે અને તેને વધુ માત્રામાં ખાવાથી ઘણી વખત પેટમાં રહેલું એસિડ ઉત્તેજિત થાય છે જે હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ તરફ દોરી જાય છે.

Diabetes નું જોખમ ઘટાડશે ડુંગળી, સંશોધનમા ભલે સાબિત થયું સુપરફૂડ પણ ગેરફાયદા જાણવા જરૂરી
Onion for Diabetes (Symbolic Image )
| Edited By: | Updated on: Jun 09, 2022 | 9:07 AM

ડાયાબિટીસ(Diabetes ) એક ક્રોનિક રોગ છે. હાલ આ બીમારી ઘણી સામાન્ય બની રહી છે, જેનો કોઈ ચોક્કસ ઈલાજ (Cure )નથી. આ એક એવો રોગ છે, જે આપણી જીવનશૈલીની(Lifestyle ) કેટલીક આદતો પર નિર્ભર કરે છે કારણ કે આપણે જે ખાઈએ છીએ અને જે લાઇફસ્ટાઇલ અપનાવીએ છીએ તેના આધારે આ રોગનું જોખમ અને અસર ઘણી વધી જાય છે. નિષ્ણાતો કહે છે કે રેગ્યુલર યોગ્ય કસરત અને સારો તેમજ સંતુલિત પોષણયુક્ત આહાર લેવાથી ડાયાબિટીસના લક્ષણોને ઘણા અંશે ઘટાડી શકાય છે.

ડાયાબિટીસ માટે સારા ફૂડની વાત કરીએ તો ડુંગળીને સુપરફૂડ કહીએ તો પણ ખોટું નથી. હકીકતમાં ડુંગળીમાં ફાઈબર પુષ્કળ માત્રામાં જોવા મળે છે અને તેમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જેથી તેનું સેવન કરવાથી ડાયાબિટીસની અસર ઓછી કરવામાં મદદ મળે છે. હાલમાં જ  ડુંગળી પર એક સંશોધન કરવામાં આવ્યું હતું, જેમાં ડુંગળીને ડાયાબિટીસ માટે ફાયદાકારક ગણાવવામાં આવી છે.

શું કહે છે સંશોધન ?

એક ન્યૂઝ વેબસાઈટ પરથી મળેલી જાણકારી અનુસાર, યુનિવર્સિટી ઓફ ગેઝિરામાં એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જે એન્વાયર્નમેન્ટલ હેલ્થ ઈન્સાઈટ્સમાં નામની મેગેઝીનમાં પ્રકાશિત થયું હતું. જેમાં લખવામાં આવ્યું છે કે ડુંગળી ડાયાબિટીસના દર્દીઓ માટે આહાર પૂરક સમાન સાબિત થઇ શકે છે. જો તમે તમારા આહારમાં ડુંગળીનો સમાવેશ કરો છો તો  ટાઈપ 1 ડાયાબિટીસ અને પ્રકાર 2 ડાયાબિટીસ ઘટાડવામાં મદદ મળી શકે છે.

સંશોધકોએ શું ચેતવણી આપી ?

રીચર્સમાં કહેવાયું છે કે  ડુંગળીનું સેવન ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી થતો કે તમે તેનું વધુ પડતું સેવન કરવાનું શરૂ કરી દો. વધુ પડતી ડુંગળી ખાવાથી પણ શરીરને નુકસાન પહોંચી શકે છે.

શું છે વધુ ડુંગળી ખાવાના ગેરફાયદા

એક રીતે ડુંગળી ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ તેને વધુ પ્રમાણમાં ખાવાથી શરીરને નુકસાન થાય છે. વધુ પ્રમાણમાં ડુંગળી ખાવાથી નીચેની આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે.

1. પેટ ખરાબ

– કેટલાક લોકો સલાડમાં  ઘણી વખત વધુ ડુંગળી ખાવાનું પસંદ કરે છે અને તેના કારણે આખરે તેમનું પેટ ખરાબ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તેમને ઝાડા, ઉલ્ટી કે ઉબકા જેવી સમસ્યા થઈ શકે છે.

2. હૃદયમાં બળતરા

– ડુંગળીમાં એસિડિક અસર ખુબ હોય છે અને તેને વધુ પ્રમાણમાં ખાવાથી ઘણી વખત પેટમાં રહેલું એસિડ વધારે ઉત્તેજિત થાય છે જેના કારણે હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ થવાની સંભાવના વધી જાય છે.

3. પેટમાં ગેસની સમસ્યા

– ડુંગળીમાં વધારે માત્રામાં ફાઈબર રહેલું છે અને જો તેનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો પેટમાં ઘણી વખત ગેસની સમસ્યા ઉભી થાય છે. જેના કારણે વારંવાર ગેસ થવો, પેટનું ફૂલવું અને ક્યારેક પેટમાં દુખાવો જેવી આરોગ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)