Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય

|

Jul 12, 2021 | 1:57 PM

જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગતા હો તો ખાંડને બદલે ગોળની ચા લેવાનું શરુ કરી ડો. ગોળ ગરમ છે, તેથી ઉનાળાની ઋતુમાં મર્યાદિત માત્રામાં તેનું સેવન કરો.

Health Tips: ગોળની ચા પીવાના છે અનેક ફાયદા, જાણીને તમે ખાંડને કહી દેશો બાય બાય
Benefits of drink jaggery tea

Follow us on

ગોળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોલિક એસિડ અને આયર્ન જેવા તત્વો જોવા મળે છે. જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. ગોળ માત્ર ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પરંતુ તે ઘણા ઔષધિય ગુણથી પણ ભરપુર છે. જો તમે મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો અને વજન ઓછું કરવા માંગતા હો, તો પછી ખાંડને બદલે ગોળની ચા લો. તે વજન ઘટાડવામાં અને શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો આજે તમને ગોળની ચા પીવાના ફાયદા જણાવીએ.

ગોળની ચા પીવાના ફાયદા

1. જાડાપણું ઓછું કરવા માટે

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

જો તમે પણ મેદસ્વીપણાની સમસ્યાથી પરેશાન છો, અને વજન ઓછું કરવા માંગતા હો તો ખાંડને બદલે ગોળની ચા પીવો. પરંતુ એ પણ ધ્યાનમાં રાખજો કે ઉનાળામાં ગોળનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે.

2. પાચનશક્તિને મજબૂત બનાવવું

પાચનમાં ગોળ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખરેખર, ગોળમાં કુદરતી મીઠાશ હોય છે જેમાં ખાંડની તુલનામાં ઘણા વિટામિન અને ખનિજો જોવા મળે છે. જે પેટની બળતરા ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

3. આધાશીશીના દુ: ખાવા માટે

ગોળમાંથી બનાવેલી ચાનું સેવન કરવાથી આધાશીશીની સમસ્યામાંથી રાહત મળે છે. આધાશીશી અથવા માથાના દુખાવાની સમસ્યાથી રાહત મેળવવા માટે ખાંડમાંથી બનેલી ચાને બદલે ગોળમાંથી બનાવેલી ચાનું સેવન કરી શકાય છે.

5. ગ્લોઇંગ સ્કીન માટે

ત્વચામાં ખીલની સમસ્યા માટેનું એક મોટું કારણ ખાંડનો વધારે ઉપયોગ કરવો પણ હોઈ શકે છે. પરંતુ તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરીને પિમ્પલ્સ અને ત્વચાની બીજી સમસ્યાથી રાહત મેળવી શકો છો.

 

આ પણ વાંચો: Corona vaccine : કોરોના વેક્સિન લીધા બાદ હાથમાં દુ:ખાવો કેમ થાય છે ? જાણો કારણ

આ પણ વાંચો: Health Tips: પાચનતંત્રની નહીં રાખો સંભાળ તો પસ્તાવાનો પાર નહીં રહે, જાણો ઘરેલું ઉપાય

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 10:20 am, Mon, 12 July 21

Next Article