Lifestyle : કદમાં નાનુ પણ ફાયદામાં ખુબ મોટુ છે લવિંગ, જાણો કેવી રીતે ?

|

Oct 09, 2021 | 9:53 AM

લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ છુપાયેલા છે, જે મોંઢાની અંદર પેદા થતા બેક્ટેરિયાથી રાહત મેળવવામાં મદદ કરે છે.

Lifestyle : કદમાં નાનુ પણ ફાયદામાં ખુબ મોટુ છે લવિંગ, જાણો કેવી રીતે ?
Lifestyle: Small in size but the benefits are too big Cloves, Learn How?

Follow us on

નાના લવિંગ,(cloves ) જે ખોરાકમાં મજબૂત સ્વાદ લાવે છે, મસાલાઓની (spices )દુનિયામાં તે વિશેષ સ્થાન ધરાવે છે. લવિંગનો ઉપયોગ ચાથી માંડીને કેસેરોલ અને ટૂથપેસ્ટથી દવાઓમાં દરેક વસ્તુમાં થાય છે. એન્ટી-ઓક્સિડેન્ટ્સ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-સેપ્ટિક ગુણધર્મોથી ભરપૂર લવિંગ આપણને અનેક રોગોથી બચાવવાનું કામ કરે છે. લવિંગ સ્વાદમાં કડવી હોય છે, અને યુજેનોલ નામના તત્વને કારણે તેમાં સુગંધ જોવા મળે છે. લવિંગમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, હાઇડ્રોક્લોરિક એસિડ અને વિટામિન્સ રહેલા છે જે આપણને ઘણી રીતે ફાયદો કરે છે.

લવિંગના ફાયદા

પેટની સમસ્યાઓથી રાહત
લવિંગનું સેવન પેટ માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં હાજર ફાઈબર પાચન અને કબજિયાતમાં મદદ કરે છે. એક ગ્લાસ પાણીમાં લવિંગ તેલના થોડા ટીપાં ઉમેરવાથી અને ખાલી પેટે આ પાણી પીવાથી રાહત મળે છે. આ સિવાય તેમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ, લોહી ગંઠાઈ જવા માટે વિટામિન કે અને મગજની કામગીરી માટે મેગ્નેશિયમ માટે ફાયદાકારક છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

શરદીમાં રાહત
તેમાં રહેલા વિટામિન સી અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મોને કારણે આપણને શરદીમાં લાભ મળે છે. ગળાના ઈન્ફેક્શનમાં લવિંગના પાણી અથવા મસાલેદાર ચામાં લવિંગના કેટલાક લવિંગ ઉમેરવાથી રાહત મળે છે. આખા લવિંગને મોંઢામાં રાખીને પણ ગળાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.

કેન્સર નિવારણમાં મદદરૂપ
લવિંગમાં જોવા મળતા યુજેનોલમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે, જે કેન્સરને રોકવામાં મદદરૂપ છે. લવિંગના અર્કનું સેવન કેન્સરના કોષો અને ગાંઠોના વિકાસને અટકાવે છે. લવિંગમાં હાજર યુજેનોલ પણ તેના ગેરફાયદા ધરાવે છે અને આ કારણોસર લવિંગ અર્ક, લવિંગ તેલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં થવો જોઈએ. તેનું વધુ પડતું સેવન લીવરને નુકસાન પહોંચાડે છે, ખાસ કરીને બાળકોના લીવરને.

બેક્ટેરિયાથી રાહત
લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ છુપાયેલા છે, જે મોંઢાની અંદર પેદા થતા બેક્ટેરિયાથી રાહત મેળવવામાં મદદ કરે છે. મોટાભાગના લોકો પ્યુરિયાને કારણે શ્વાસ ખરાબ થવાની ફરિયાદ કરે છે, આવી સ્થિતિમાં દરરોજ સવારે અને સાંજે લગભગ બે મહિના સુધી મોંઢામાં લવિંગ રાખવાથી આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. લવિંગ ધરાવતા ટૂથપેસ્ટ અને માઉથવોશનો પણ ઉપયોગ કરી શકાય છે. આ સિવાય લવિંગ અન્ય પ્રકારના બેક્ટેરિયાને મારી નાખવામાં પણ સક્ષમ છે. લવિંગ મોઢામાં જોવા મળતા ત્રણ સામાન્ય બેક્ટેરિયાને મારવામાં અસરકારક રીતે કામ કરે છે. આવા બેક્ટેરિયા શરીરમાં તણાવ , લુઝ મોશન અને થાકનું કારણ બને છે.

અન્ય લાભો
લવિંગનો ઉપયોગ ખાંડના સ્તરને નિયંત્રણમાં રાખવા તેમજ પેટના અલ્સરને દૂર કરવામાં મદદ કરે છે. હાડકાં મજબૂત કરવા ઉપરાંત તેમાં રહેલું કેલ્શિયમ આપણી ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. વાળની ​​સમસ્યાથી હેરાન થતા  લોકો લવિંગથી બનેલા ખાસ કન્ડિશનર અને શેમ્પુનો ઉપયોગ કરી શકે છે. લવિંગના પાણીથી વાળ ધોવાથી વાળમાં ચમક અને તાકાત આવે છે. લવિંગ પાવડરને ફેસ પેકમાં મિક્સ કરીને વાપરી શકાય છે.

આ પણ વાંચો: ના કરતા આ ભૂલ: તળેલા તેલનો ફરી ઉપયોગ કરવામાં થઈ શકે છે આવી બીમારીઓ, જાણો ફરી યુઝ કરવાની યોગ્ય રીત

આ પણ વાંચો: Health Tips : શું તમે જાણો છો ખાલી પેટ લસણ ખાવાના ફાયદા? જાણીને તમે પણ શરુ કરી દેશો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

 

Next Article