વજન ઘટાડે પણ અને વધારે પણ! જાણો જાદુઈ મકાઈના અમૂલ્ય લાભ અને ખાવાની રીત

|

Jul 27, 2021 | 7:34 AM

મકાઈ ચોમાસામાં ખુબ ખાવામાં આવે છે. પરંતુ મકાઈ માત્ર સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ હોય છે. ચાલો આજે તમને જણાવીએ મકાઈના લાભ.

વજન ઘટાડે પણ અને વધારે પણ! જાણો જાદુઈ મકાઈના અમૂલ્ય લાભ અને ખાવાની રીત
Health benefits of corn and how to eat it

Follow us on

આપણે મકાઈનું સેવન મોટે ભાગે સાંજના નાસ્તામાં કરીએ છીએ. ઘણા લોકો સૂપ, સલાડ વગેરેમાં મકાઈનો ઉપયોગ કરે છે. તમે તેનો સવારના નાસ્તા, લંચ અને ડિનરમાં સરળતાથી ઉપયોગ કરી શકો છો. મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ઘરનાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક આણે આહારમાં સમાવી શકે છો.

મકાઈમાં (Corn) ફાઇબર ભરપૂર હોય છે જે કબજિયાતથી રાહત પૂરી પાડે છે. ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તત્વોથી ભરેલી હોય છે. તમે વિવિધ વાનગીઓ બનાવવા માટે મકાઈના દાણાનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે મકાઈ આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે અને આપણે તેને આપણા આહારમાં કેવી રીતે સમાવી શકીએ.

પાચન સુધારે છે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મકાઈમાં ફાઇબર ભરપુર માત્રામાં હોય છે જે આપણા પાચનમાં વધારો કરવા માટે કામ કરે છે. તેનું સેવન કરવાથી તમને કબજિયાતની સમસ્યા નથી. તેમજ તમારું પેટ સાફ રાખે છે.

આ રીતે વજન ઓછું થાય છે

ફાઈબરથી ભરપૂર ખોરાક ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરાયેલું રહે છે અને તમને જલ્દી ભૂખ લગતી નથી. તેમાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. મકાઈમાં સ્ટાર્ચ ભરપુર માત્રામાં હોય છે. જેઓ વજન ઓછું કરવા માંગે છે, તેઓએ ઓછી માત્રામાં મકાઈનું સેવન કરવું જોઈએ.

વજન વધારવામાં મદદ કરે છે

જેમને વજન વધારવું છે, તેઓએ મકાઈનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં સ્ટાર્ચ હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે. જો કે, જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય છે, તેમણે તેનું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં બ્લડ શુગર વધે છે.

આંખની રોશની વધે છે

મકાઈના પીળા દાણામાં લ્યુટિન હોય છે જે મોતિયાની સમસ્યાને અટકાવે છે. આ સિવાય રોજ તેનું સેવન કરવાથી તમારી આંખોની રોશનીમાં વધારો થાય છે.

શરીરને મજબૂત બનાવે છે

મકાઈમાં આયર્ન, વિટામિન એ, થાઇમિન, વિટામિન બી-6, જસત, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે જે પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.

આહારમાં આ રીતે શામેલ કરો

મકાઈના ભાત

તમે મકાઈના દાણાને પ્રેશર કૂકરમાં બાફીને ચોખામાં ભેળવીને રસોઇ કરી શકો છો. જો તમે વજન ઓછું કરવા માંગતા હો, તો તમે સફેદ ચોખાને બદલે બ્રાઉન રાઇસનો ઉપયોગ કરી શકો છો. તમે તેને બપોરે ખાઈ શકો છો.

મકાઈનું કચુંબર

એક કપમાં બાફેલી મકાઈના દાન બહાર કાઢો. એક ટામેટું, એક નાની ડુંગળી, એક ચમચી માખણ, એક ચમચી લીંબુનો રસ, મીઠું અને કાળી મરીને તેમાં ભેળવી દો. તેને કોથમીરથી સજાવો. આ સાંજનાં નાસ્તા માટે સંપૂર્ણ રેસીપી છે.

 

આ પણ વાંચો: સારા સ્વાસ્થ્ય માટે દિવસમાં 10,000 પગલા ચાલવું ખુબ જરૂરી, આ લક્ષ પૂરું કરવાના સરળ ઉપાય જાણો

આ પણ વાંચો: Health Tips: ચોમાસામાં દેશી ખજૂર ખાવાથી અનેક રોગોને દુર રાખી શકો છો, જાણો ફાયદા

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article