
કિડનીમાં પથરી થવી એ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈને પણ થઈ શકે છે. જ્યારે શરીરની અંદર મિનરલસ અને ક્ષાર જમા થાય છે અને પેશાબ વાટે બહાર ન નિકળી શકે ત્યારે તે પથરીનું સ્વરૂપ બને છે.તમારી ખાવાની ટેવ, વધારે વજન, કેટલીક બીમારીઓ અને દવાઓ કિડનીમાં પથરીનું કારણ બને છે.
કિડનીની પથરી તમારી પેશાબની નળીઓના કોઈપણ ભાગને અસર કરી શકે છે અને તે એક પીડાદાયક સમસ્યા છે. પથરી પેશાબ દ્વારા નિકળવાની પ્રક્રિયા ખૂબ પીડાદાયક હોઈ શકે છે. પથરીના કદના આધારે, તમને દવાઓ લેવાની અથવા પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવી શકે છે. જો પથરી પેશાબની નળીમાં ફસાઈ જાય તો સર્જરીની પણ જરૂર પડી શકે છે.
કિડનીની પથરી તોડવાની દવા શું છે? જો તમે કિડનીની પથરી સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને સર્જરીથી બચવા માંગતા હોવ તો તમે યોગ-ગુરુ બાબા રામદેવ દ્વારા સૂચવવામાં આવેલી કેટલીક સરળ પદ્ધતિઓ અજમાવી શકો છો.
છાશ ડિહાઇડ્રેશન ટાળવામાં મદદ કરે છે. છાશમાં હાજર કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો કિડનીને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને કિડનીમાં પથરી બનતા અટકાવે છે.
કિડની સ્ટોનની સારવાર
કળથીની દાળની હોર્સ ગ્રામના નામથી ઓળખવામાં આવે છે. કળથીમાં પોલીફેનોલ્સ, ફ્લેવોનોઈડ્સ, સ્ટેરોઈડ્સ, પ્રોટીન, આયર્ન, વિટામિન બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેની મૂત્રવર્ધક પ્રકૃતિ કિડની પથરીની સારવાર માટે ચોક્કસ ઉપાય ગણવામાં આવે છે.
મૂત્રપિંડની પથરીની સારવાર અને તેને દૂર કરવામાં મૂળાનો રસ અને મૂળાના સેવન વધુ અસરકારક છે. કિડનીની પથરીની સારવાર માટે દરરોજ અડધો ગ્લાસ મૂળાનો રસ પીવો. જમતા પહેલા મૂળાનો રસ પીવાથી કિડનીની પથરી ઓગળવામાં ફાયદો થાય છે.
જવનો લોટ મુત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે જે પેશાબને વધારે છે અને શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. કિડનીની પથરી માટે જવનું પાણી પણ ઉત્તમ ઉપાય છે. આખા અનાજ તરીકે, જવ ફાઇબર, વિટામિન્સ અને ખનિજો પ્રદાન કરે છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.