આરોગ્ય ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ, ભારતમાં કેન્સરની સિરપ થઈ તૈયાર, હવે કીમોથેરાપીની પીડાથી મળશે મુક્તિ

|

Dec 31, 2023 | 3:43 PM

તાજેતરમાં મેડિકલ રિસર્ચમાં આ દવાની શોધ કરાઇ છે જેનાથી લાખો દર્દીઓને ફાયદો થશે. અને કેન્સર જેવા ગંભીર રોગ સામે લડવાની ક્ષમતા વધશે. આ દવા તૈયાર કરીને ભારતે મોટી જીત હાંસલ કરી છે. જાણો શું છે આ મોટી સિદ્ધિ.

આરોગ્ય ક્ષેત્રે ભારતની વધુ એક સિદ્ધિ, ભારતમાં કેન્સરની સિરપ થઈ તૈયાર, હવે કીમોથેરાપીની પીડાથી મળશે મુક્તિ

Follow us on

કેન્સરના દર્દીઓ માટે પ્રથમ સિરપ ભારતીય વૈજ્ઞાનિકોએ તૈયાર  કરી છે. આ કામમાં આખરે સફળતા મેળવી છે. તેને પ્રીવેલ નામ આપવામાં આવ્યું છે. ત્યારે લોકોને આ અંગે ઘણા સવાલો છે કે, શું આ સિરપની તૈયારી પીડાદાયક કીમોથેરાપીથી રાહત આપશે?

મહત્વનુ છે કે ભારતમાં કેન્સરના દર્દીઓ માટે ઓરલ સસ્પેન્શન ટાટા મેમોરિયલ હોસ્પિટલ અને એડવાન્સ્ડ સેન્ટર ફોર ટ્રેઈનિંગ રિસર્ચ એન્ડ એજ્યુકેશન ઇન કેન્સર (ACTREC) એ કેન્સરના દર્દીઓની સારવાર માટે ભારતનું પ્રથમ સિરપ અને તે પણ ઓરલ સસ્પેન્શન તૈયાર કરવામાં સફળતા મેળવી છે.

કીમોથેરાપીમાં વપરાતી આ દવા (6- મર્કેપ્ટોપ્યુરીન અથવા 6-MP)ને ‘પ્રીવલ’ નામ આપવામાં આવ્યું છે. મહત્વનુ છે કે IDRS લેબ્સમાં ACTREC ના ડૉક્ટરોએ, બેંગ્લોરના સહયોગથી આ દવા તૈયાર કરી છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

આ દવા બ્લડ કેન્સરના દર્દીઓ માટે લાભદાયી થઈ શકે છે. તે અન્ય ગોળીઓનો અસરકારક વિકલ્પ બની શકે છે, ખાસ કરીને બાળકોના કેન્સરની સારવારમાં ખૂબ ઉપયોગી બની શકે છે.

બાળકોમાં કેન્સરની સારવાર માટે વધુ યોગ્ય

મર્કપ્ટોપ્યુરિનનો ઉપયોગ મોટાભાગે તમામ પ્રકારના કેન્સરની સારવારમાં થાય છે. તે એન્ટિમેટાબોલિટ નામની દવાઓના વર્ગ સાથે સંબંધિત છે જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે.

આ બાબતે વધુમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલના પીડિયાટ્રિક ઓન્કોલોજી વિભાગના વડા ડૉ. ગિરીશ ચિન્નાસ્વામીએ માહિતી આપી હતી કે પ્રિવેલની શરૂઆત એ એક મોટી પ્રગતિ છે જે વધુ બાળ-મૈત્રીપૂર્ણ છે. હાલમાં બાળકોને પીસેલી ગોળીઓ આપવી પડે છે. પ્રીવેલને ડ્રગ રેગ્યુલેટર CDSCO તરફથી મંજૂરી મળી છે.

પ્રથમ વખત કીમોથેરાપી ક્યારે આપવામાં આવી હતી?

જ્યારે પણ આપણે કેન્સરનું નામ સાંભળીએ અને સારવાર વિશે વિચારીએ ત્યારે પ્રથમ વસ્તુ એક જ આપના મગજમાં આવે છે તે છે કીમોથેરાપી. કેન્સરમાં કીમોથેરાપી એ અનિવાર્યપણે એક એવી સારવાર છે જેમાં દવાઓની મદદથી કેન્સરના કોષોનો ઝડપથી નાશ કરવામાં આવે છે.

રેડિયોથેરાપી, સર્જરી દ્વારા કીમોથેરાપીની પ્રક્રિયામાં ગાંઠને દૂર કરવાની પ્રક્રિયા હોય છે. જેમાં હાઇ પાવર દવાઓ નો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ઇન્ટ્રાવેનસ (નસમાં) ઇન્જેક્શન તરીકે કીમો આપવામાં આવે છે.

પ્રથમ વખત કીમોથેરાપી 1940 માં કેન્સરની સારવાર માટે આપવામાં આવી હતી.

આમાં નાઈટ્રોજન મસ્ટર્ડ અને ફોલિક એસિડ વિરોધી દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિરપના ઉપયોગથી નસમાં આપવામાં આવતી કીમોથેરાપીની ઝંઝટમાંથી રાહત મળશે.

જો શરબતનો ઉપયોગ સામાન્ય દવાઓની જેમ કરવામાં આવે તો સ્વાભાવિક છે કે તેનાથી દુખાવો કે અસ્વસ્થતા નહીં થાય. આ શરબતની કિંમત કેટલી હશે તે જણાવવામાં આવ્યું નથી, પરંતુ અપેક્ષા છે કે તેની કિંમત પ્રમાણમાં ઓછી હશે.

Published On - 9:57 pm, Sat, 30 December 23

Next Article