Health Tips: જો નહીં રાખો આ 6 બાબતોનું ધ્યાન, તો વરસાદની મજા બની જશે બીમારીની સજા

|

Jun 08, 2021 | 2:03 PM

મોન્સૂનમાં વરસાદથી ઘણા લોકો બીમાર પડી શકે છે. જેથી આરોગ્યનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. તમે આ પાંચ ટિપ્સ ફોલો કરીને વરસાદમાં પલળ્યા પછી પણ બીમારીથી દૂર રહી શકો છો.

Health Tips: જો નહીં રાખો આ 6 બાબતોનું ધ્યાન, તો વરસાદની મજા બની જશે બીમારીની સજા
વરસાદમાં પલળ્યા બાદ અપનાવો આ ઉપાયો

Follow us on

ચોમાસાની(monsoon) સિઝન શરૂ થઈ રહી છે અને વરસાદમાં પલળવાનું કોને ન ગમે ? પરંતુ વરસાદના પાણીમાં ભીના થયા બાદ ઘણા લોકો બીમાર પડી જાય છે. અને કોરોના વાયરસના આ સમયમાં કોઈ બીમાર થઈને ડોકટર પાસે જવા નથી માંગતું. જો તમે પણ વરસાદની મજા લીધા બાદ બીમાર પડવા નથી માંગતા તો આ ટિપ્સ ફોલો કરો

હાલ ઘણા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તેવામાં ઘણા લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે જ ઘરની બહાર નીકળી રહ્યા છે. પણ તેઓને વરસાદમાં પલડવાની ફરજ પણ પડે છે. મોન્સૂનમાં વરસાદથી ઘણા લોકો બીમાર પડી શકે છે. જેથી આરોગ્યનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે. તમે આ છ ટિપ્સ ફોલો કરીને વરસાદમાં પલળ્યા પછી પણ બીમારીથી દૂર રહી શકો છો.

છ ટિપ્સ

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

1). માથું આપણા શરીરનો પહેલો હિસ્સો છે. જ્યાં વરસાદનું પાણી પહેલા માથા પર પડે છે. આપણા શરીરની બધી કાર્યપ્રણાલી તેનાથી જ ચાલે છે. માથાનો ભાગ કોમળ પણ હોય છે. જ્યાં વરસાદનું પાણી પડતા જ ઠંડી લાગવા લાગે છે. જેથી પ્રયત્ન કરો કે બને ત્યાં સુધી માથાને ઢાંકી રાખો.

2). વરસાદમાં ભીના થયા બાદ જેવા તમે ઘરે પહોંચો એટલે સૌથી પહેલા કપડાં બદલી લો. તેવું કરવાથી શરીરનું તાપમાન નોર્મલ થઈ જશે. અને તમને ઠંડી નહિ લાગશે. આ ઉપરાંત વરસાદની સીઝનમાં વાયરલ ફીવરનો વધારે ભય રહેલો છે. કપડાં બદલવાથી કપડાં પર રહેલા વાયરસ, ફંગસ સંક્રમણ ફેલાવી ન શકે.

3). કપડાં બદલ્યા બાદ આખા શરીર પર એન્ટીબેક્ટેરિયલ ક્રીમ લગાવી દો. આવું કરવાથી તમારા શરીર પર રહેલા બેક્ટેરિયા મરી જશે. અને સ્કિન પર થતી એલર્જીથી પણ બચી શકશો.

4). વરસાદમાં પલડયા પછી માથાને સાફ ટોવેલ વડે સુકવી દો. જો લાંબો સમય માથા પર પાણી રહ્યું તો તમે શરદી ખાંસીની ચપેટમાં આવી શકશો.

5). વરસાદમાં ભીના થયા પછી તમે ગરમ ચા અથવા ઉકાળાનું સેવન કરી શકો છો. તેનાથી શરીરમાં ગરમી આવશે. અને તમારા શરીરની એનર્જી બુસ્ટ થશે.

6). વરસાદમાં જો તમે બુટ પહેરી રાખ્યા હશે તો તે ફાયદાકારક રહે છે. પણ જો તમે ચપ્પલ પહેરી હશે તો ઘણા પ્રકારના રોગોનો ખતરો વધી જાય છે. સ્લીપર પહેરવાથી અંગૂઠા કે તેની આસપાસ માટીના કણ ભેગા થઈ જાય છે. જે સાફ કરવામાં ન આવે તો તે મુશ્કેલી ઉભી કરી શકે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: એક સમયે 4000 રૂપિયાની નોકરી કરતા હતા આ અભિનેતા, ‘બાઘા’ના પાત્ર માટે મળે છે આટલા રૂપિયા

આ પણ વાંચો: કેળા જ નહીં તેની છાલ પણ છે ગુણકારી, આ પ્રયોગથી થોડા જ દિવસમાં ચમકી ઉઠશે ચહેરો

Published On - 1:09 pm, Tue, 8 June 21

Next Article