Health Tips: ઘીના આ ઘરેલું ઉપાય તમને પણ નહીં ખબર હોય, અનેક રોગમાં નીવળી શકે છે ફાયદાકારક

ઘીમાં (Ghee) ઘણા પોષક તત્વો હોય છે જે રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત કરે છે. ચાલો આપણે જાણીએ કે તંદુરસ્ત રહેવા માટે આપણે ઘીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

Health Tips: ઘીના આ ઘરેલું ઉપાય તમને પણ નહીં ખબર હોય, અનેક રોગમાં નીવળી શકે છે ફાયદાકારક
Home remedies of ghee and Health benefits of ghee
| Edited By: | Updated on: Nov 05, 2021 | 9:02 AM

જ્યારે પણ સ્વસ્થ આહારની વાત આવે છે ત્યારે ઘી તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તે દૂધમાંથી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેના ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. ઘીમાં તંદુરસ્ત ફેટી એસિડ હોય છે. તે વિટામિન A, K, G, કેલ્શિયમ અને ઓમેગા -3 થી ભરપૂર છે. ઘીમાં પોષક તત્વો છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે અને રોગોને દૂર રાખે છે. ચાલો જાણીએ ઘીના ફાયદાઓ વિશે.

ઘી કેટલા પ્રકારના હોય છે?

નિયમિત ઘી – આ ઘી ભેંસ અથવા ગાયના દૂધથી બનાવવામાં આવે છે.
A2 ઘી – આ ઘી મુખ્યત્વે ગીર ગાય અને રેડ સિંધીના દૂધમાંથી બનાવવામાં આવે છે.
બિલોના ઘી – ઘી બનાવવાની સૌથી પરંપરાગત રીત. આ દેશી ગાયના દૂધમાંથી બનાવેલ શુદ્ધ ઘી છે.

ઘી ના ફાયદા

1. એક ગ્લાસ હળદરવાળું દૂધ એક ચમચી ઘી અને કાળા મરી સાથે પીવાથી પાચન તંત્ર મજબૂત બને છે. તે કબજિયાત દૂર કરે છે અને પ્રતિરક્ષા વધારવામાં મદદ કરે છે.
2. આ સિવાય ઘી મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે. તે તમારો મૂડ સુધારે છે અને એનર્જી આપવામાં મદદ કરે છે.
3. ઘી બ્યુટીરિક એસિડનો મુખ્ય સ્ત્રોત છે. તે આપણા શરીરમાં પ્રોબાયોટિકની જેમ કામ કરે છે.
4. ઘીમાં વિટામિન K2 હોય છે જે હાડકાં અને સાંધામાં કેલ્શિયમ શોષવામાં મદદ કરે છે.
5. ઘી બ્લડ સુગરને જાળવવામાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે ભૂખને પણ ઓછી કરે છે.
6. ઘીમાં હળદર અને કાળા મરી ભેળવવામાં આવે તો તે સોજા અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે. અને તમારી ઊંઘ પણ સુધારે છે.

કયા લોકોએ ઘીનું સેવન ટાળવું જોઈએ

એક ચમચી અથવા 5 ગ્રામ ઘીમાં પુષ્કળ કેલરી અને ચરબી હોય છે. દાળ અને શાકભાજી ઘીમાં રાંધવાથી સૌથી વધુ ફાયદો થાય છે. પરંતુ સ્થૂળતા, હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ અને પીસીઓએસથી પીડાતા લોકોએ ઘીના સેવનથી દૂર રહેવું જોઈએ. તંદુરસ્ત વ્યક્તિ 3 થી 4 ચમચી ઘીનું સેવન કરી શકે છે. સક્રિય જીવનશૈલી અને કેલરી પ્રમાણે નિષ્ણાંતની સલાહથી ઘીનું સેવન કરવું જોઈએ.

 

આ પણ વાંચો: Health: ઉઘાડા પગે 420 કિમી દોડનાર મિલિંદ સોમન દોડતા પહેલા શું ખાય છે ? શું છે તેમના ફિટનેસનું સિક્રેટ ?

આ પણ વાંચો: ઓછી ઊંઘ નોંતરી શકે છે ગંભીર બીમારીઓ, સારી ઊંઘ માટે જીવનમાં કરો આ બદલાવ