શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, જાણો ક્યા લોકોને વધુ જોખમ છે અને તેનાથી કેવી રીતે બચી શકાય

Heart attack cases: છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરે આવતા હાર્ટ એટેકનું જોખમ ઘણું વધી ગયુ છે, ખાસ કરીને શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે. આવો જાણીએ શિયાળામાં શા માટે વધી જાય છે હાર્ટ એટેક?

શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે, જાણો ક્યા લોકોને વધુ જોખમ છે અને તેનાથી કેવી રીતે બચી શકાય
સુરતમાં વધુ એક યુવકનું ક્રિકેટ રમતા હાર્ટ એટેકથી મોત
Image Credit source: પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Jan 06, 2023 | 3:32 PM

Heart attack in winters : દેશના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા લોકોની પરેશાની વધી રહી છે. રાત્રિના સમયે તાપમાન 2 ડિગ્રી સુધી ગગડી રહ્યું છે. આ શિયાળાની વચ્ચે હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં એક જ દિવસમાં હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકથી 25 લોકોના મોત થયા છે. તબીબોનું કહેવું છે કે ઠંડા વાતાવરણમાં હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. જે લોકોને પહેલાથી જ હ્રદય રોગ છે તે લોકોએ સૌથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.

શિયાળામાં હાર્ટ એટેકના કેસ કેમ વધી રહ્યા છે? હુમલો થવાનું જોખમ કોને વધારે છે અને તેને કેવી રીતે અટકાવી શકાય?

આવા ઘણા પ્રશ્નોના જવાબો જાણવા માટે, અમે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના વરિષ્ઠ નિવાસી ડૉક્ટર અને ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAMA)ના મુખ્ય સલાહકાર ડૉ. દીપક સુમન સાથે વાત કરી છે.

શિયાળામાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધી જાય છે

ડૉ.દીપક સુમન જણાવે છે કે વધુ પડતી ઠંડીને કારણે હૃદયની ધમનીઓ સંકોચાવા લાગે છે. શરીરને ગરમ રાખવા માટે લોહીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધે છે. જેના કારણે બીપી વધવા લાગે છે અને ઘણા કેસમાં વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. શરદીને કારણે હૃદયની નસોમાં પણ લોહીના ગઠ્ઠા થઈ શકે છે, જેના કારણે હાર્ટ એટેકનો ખતરો રહે છે. શિયાળામાં લોકો કસરત પણ ઓછી કરે છે. જેના કારણે બીપી અને બ્લડ શુગર લેવલ પર અસર થાય છે. ઠંડા હવામાનમાં, સવારના સમયે હુમલાનું જોખમ સૌથી વધુ હોય છે.

ક્યાં લોકોને જોખમ વધું છે

જે લોકો સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતા હોય અને પહેલાથી જ કોઈ હ્રદયરોગ ધરાવતા હોય તેમને હાર્ટ એટેકનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. કોવિડમાંથી સાજા થયેલા લોકોએ પણ ખાસ કાળજી લેવી જોઈએ. આ એટલા માટે છે કારણ કે કોવિડને કારણે, હૃદયની ધમનીઓમાં લોહીના ગંઠાવાનું શરૂ થઈ થવા લાગે છે. જેના કારણે હૃદયને લોહી પમ્પ કરવામાં તકલીફ પડી રહી છે. જેના કારણે હૃદયની કામગીરી પ્રભાવિત થઈ રહી છે અને હુમલાઓ આવી રહ્યા છે. આ તમામ લોકોએ આ ઋતુમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જો આ લોકોને હાર્ટ એટેક આવે છે, તો બચવાની શક્યતા ઘણી ઓછી હોય છે.

નાની ઉંમરે કેમ આવે છે હાર્ટ એટેક

ડૉ.દીપક કહે છે કે આજકાલ યુવાનોની જીવનશૈલી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ખોરાક પણ સારો નથી. નાની ઉંમરમાં શરીરમાં કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે. ઘણા યુવકો એવા છે જેઓ બોડી બનાવવા માટે સ્ટેરોઈડ લઈ રહ્યા છે, જેના કારણે હાર્ટ પર અસર થઈ રહી છે. કેટલીકવાર આનુવંશિક કારણોસર પણ હૃદયરોગ થઈ શકે છે. આજકાલ જોવામાં આવી રહ્યું છે કે 25 વર્ષના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યો છે. તેનું મુખ્ય કારણ યોગ્ય આહાર ન લેવો અને ખરાબ જીવનશૈલી છે.

કયા લક્ષણો છે જેની ઓળખ કરવાથી હાર્ટ એટેક રોકી શકાય છે?

હાર્ટ એટેક કે કોઈ રોગ અચાનક થતો નથી. તે આપણા શરીરમાં ઘણા સમયથી વધી રહ્યું છે, પરંતુ લોકો તેના પર ધ્યાન આપતા નથી અને પછી એક દિવસ સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. હાર્ટ એટેકનું પણ એવું જ છે. જો શરીરમાં સ્થૂળતા વધી રહી હોય તો ડાયાબિટીસની સમસ્યા થાય છે. જો તમને છાતીમાં દુ:ખાવો થાય કે તમને જલ્દી શ્વાસ લેવામાં તકલીફ થાય તો આ બધા હૃદય રોગના લક્ષણો છે. આ સ્થિતિમાં તરત જ હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ.

હૃદયના સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી

આજકાલ ખોરાક અને જીવનશૈલીનું ધ્યાન રાખવું સૌથી જરૂરી છે. ખોરાકમાં જંક ફૂડ ન લો.

દારૂ અને ધૂમ્રપાન ન કરો.

યુવાનોને ડોકટરોની સલાહ વગર સ્ટેરોઈડનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે.

લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ અથવા ચેસ્ટ સીટી દર ત્રણ મહિનામાં એકવાર કરી શકાય.

દરરોજ કસરત કરો.

આહારમાં પ્રોટીન અને વિટામિન્સનો સમાવેશ કરો.

જે લોકોને પહેલાથી જ હ્રદયની બીમારી હોય તેમણે સવારે ચાલવું ન જોઈએ.

આ સિઝનમાં મીઠાનું સેવન ઓછું કરો

જો તમને પહેલાથી જ હૃદય રોગ છે, તો નિયમિતપણે દવાઓ લો

શરીરને ગરમ રાખો, સવારે તેનું ખાસ ધ્યાન રાખો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.