Health : નસકોરાને હળવાશથી ન લેતા, તેને દૂર કરવા આ ઘરેલુ ઉપાય લાગી શકે છે કામ

|

Oct 09, 2021 | 8:42 AM

નસકોરાની સમસ્યાનું મુખ્ય કારણ વજનમાં વધારો છે. તેથી જો લોકો તમારા નસકોરાથી પરેશાન હોય તો તમારે તમારું વજન ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

Health : નસકોરાને હળવાશથી ન લેતા, તેને દૂર કરવા આ ઘરેલુ ઉપાય લાગી શકે છે કામ
Health: Without taking snoring lightly, this home remedy can take work

Follow us on

નસકોરાને (Snoring ) હળવાશથી ન લો, કારણ કે તે સ્લીપ એપનિયા અથવા અન્ય કોઈ ગંભીર બીમારી જેવી નિશાની હોઇ શકે છે. તેથી, ફક્ત નાક દબાવીને અથવા નાકની પટ્ટીઓ લગાવીને આ સમસ્યાનો ઉકેલ ન જુઓ. તંદુરસ્ત શરીર માટે આરામદાયક ઊંઘ (sleep )સૌથી મહત્વપૂર્ણ છે. પરંતુ ઘણી વખત જયારે લોકો શાંતિથી ઊંઘે છે ત્યારે તેઓ ઊંઘમાં જોરથી નસકોરાં લે છે, ત્યારે તેઓ જાણતા નથી કે તેમની આસપાસ શું ચાલી રહ્યું છે. ઘણી વખત લોકો સામાન્ય પ્રક્રિયા તરીકે નસકોરાને અવગણે છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં નસકોરાં ઊંઘની સમસ્યાનો એક ભાગ છે, તેથી તેને અવગણવું જોઈએ નહીં.

ઘણા લોકો માટે, સૂતી વખતે, ગળાનો પાછળનો ભાગ સંકુચિત થઈ જાય છે અને આપણા નાકમાંથી હવા શરીરમાં યોગ્ય રીતે પ્રવેશી શકતી નથી, જેના કારણે ગળા અને નાકના પેશીઓ વાઇબ્રેટ થવા લાગે છે. જેમના ગળા અને નાકની પેશીઓ જાડી અને મોટી હોય છે, તેમને પણ ઘણીવાર નસકોરાંની સમસ્યા હોય છે. આ સિવાય, નસકોરાના અન્ય ઘણા કારણો છે, જેમ કે એલર્જી, જીભ ઘટ્ટ થવી, વધારે ધૂમ્રપાન કરવું અને વજન વધવું. નસકોરાની સમસ્યાનું મુખ્ય કારણ વજનમાં વધારો છે. તેથી જો લોકો તમારા નસકોરાથી પરેશાન હોય તો તમારે તમારું વજન ઓછું કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અમે તમને નસકોરાથી છુટકારો મેળવવાના પાંચ ઘરેલું ઉપાયો જણાવી રહ્યા છે.

પડખું ફેરવીને સૂઈ જાઓ
નસકોરાની ઘટનાનું એક મુખ્ય કારણ તમે જે રીતે ઊંઘો છો તેના પર આધાર રાખે છે. જો તમે તમારી પીઠ પર ઊંઘો છો, તો આ મુદ્રામાં તમારા ગળા અને જીભ પર વધુ દબાણ સર્જાય છે અને નસકોરાં આવવાની સંભાવના વધી જાય છે. આને દૂર કરવાનો સૌથી સહેલો રસ્તો પડખું ફેરવીને સૂવું છે. ઊંઘવાની રીત બદલવાની સાથે, તમારી જીવનશૈલીમાં નિયમિતપણે યોગ અપનાવો, તમને પણ ઘણો ફેરફાર લાગશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

પેપરમિન્ટ તેલ
પેપરમિન્ટ તેલ અનુનાસિક માર્ગો ખોલવામાં અને ગળાના જાડી પેશીઓને સંકોચવામાં મદદ કરે છે. આ નસકોરાં બંધ કરવાનું આસાન બનાવે છે. તમારા હાથમાં તેલના બેથી ત્રણ ટીપાં લો અથવા તેને રૂમાલમાં રાખો અને દરરોજ તેની સુગંધ લો. વરાળ લેવા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકાય છે.

મેથી
મેથીમાં ફાયટો-પોષક તત્વો સાથે એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટિવાયરલ ગુણધર્મો છે. તે તમારા પાચનમાં સુધારો કરે છે અને પાચન સીધું નસકોરા સાથે સંબંધિત હોવાથી, તે નસકોરા ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે અડધી ચમચી મેથી પાવડર પાણી સાથે પીવો. દરરોજ આમ કરવાથી, ધીમે ધીમે નસકોરાંનો અવાજ ઘટવા લાગશે.

નીલગિરી તેલ
આમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે અનુનાસિક માર્ગોની સોજો ઘટાડે છે, જે નસકોરાને ઘટાડી શકે છે. આ તેલની નિયમિત સુગંધ લેવાનો પ્રયત્ન કરો. વરાળ લેવા માટે પણ આ તેલનો ઉપયોગ કરી શકાય છે. તેના ઉપયોગથી શરીર પર કોઈ હાનિકારક અસર થતી નથી.

વિટામિન સી ટેબ્લેટ
વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને સાઇનસને સાફ કરે છે. જો તમે ધીમે ધીમે નસકોરા મારતા હો, તો એક મહિના માટે દરરોજ એક વિટામિન સી ટેબ્લેટ લો. આ સાથે, નસકોરા થોડા દિવસોમાં અદૃશ્ય થઈ જશે. જો તમે ઇચ્છો તો, તમે વિટામિન સી ધરાવતા ફળો અને શાકભાજી પણ ખાઈ શકો છો. સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ આ ટેબ્લેટનો ઉપયોગ ન કરવો જોઇએ.

આ પણ વાંચો: ના કરતા આ ભૂલ: તળેલા તેલનો ફરી ઉપયોગ કરવામાં થઈ શકે છે આવી બીમારીઓ, જાણો ફરી યુઝ કરવાની યોગ્ય રીત

આ પણ વાંચો: Health Tips : શું તમે જાણો છો ખાલી પેટ લસણ ખાવાના ફાયદા? જાણીને તમે પણ શરુ કરી દેશો

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article