Health Tips: કપૂર તમારા માટે ઘણું ફાયદાકારક છે, અનેક બિમારીમાં કરી શકાય છે તેનો ઉપયોગ

|

Jun 09, 2021 | 10:13 PM

કપૂરનો ઉપયોગ ઘણી દવાઓના ઉત્પાદનમાં થાય છે. પૂજામાં કપૂરના ઉપયોગ વિશે તમે સાંભળ્યું જ હશે કે તેનાથી આપણને માનસિક શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

Health Tips: કપૂર તમારા માટે ઘણું ફાયદાકારક છે, અનેક બિમારીમાં કરી શકાય છે તેનો ઉપયોગ
કપૂર તમારા માટે ઘણું ફાયદાકારક છે

Follow us on

સામાન્ય રીતે તમે બે પ્રકારના કપૂર (Camphor) જોયા હશે, એક જે પૂજા-પાઠમાં વપરાય છે અને બીજો જે કપડામાં રાખવામાં આવે છે. પૂજામાં વપરાતા કપૂરને ભીમસેની કપૂર કહેવામાં આવે છે. જ્યારે કપડામાં રાખવામાં આવતો કપૂર કૃત્રિમ હોય છે, જે ઘણા પ્રકારના રસાયણોમાંથી બનાવવામાં આવે છે.

કપૂરના ઘણા ફાયદાઓ (Benefits) પણ છે જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. કપૂરના મોટા ફાયદાઓ જાણતા પહેલા, તમારે કપૂરની કેટલીક ખાસિયત જાણવી જોઇએ. કપૂર ખૂબ જ્વલનશીલ પદાર્થ છે. આ સિવાય તેની સુગંધ પણ ખૂબ તેજ હોય છે.

કપૂર ઘણા રોગોમાં ઉપયોગી છે

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તમને જાણીને આશ્ચર્ય થશે કે કપૂરનો ઉપયોગ ઘણી દવાઓના ઉત્પાદનમાં થાય છે. પૂજામાં કપૂરના ઉપયોગ વિશે તમે સાંભળ્યું જ હશે કે તેનાથી આપણને માનસિક શાંતિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. પરંતુ આજે અમે તમને કપૂરના કેટલાક એવા ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે.

ઘણી પ્રકારની શારીરિક સમસ્યાઓમાં કપૂરનો ઉપયોગ કરીને રાહત મળી શકે છે. ચાલો આપણે કુદરતી અથવા ભીમસેની કપૂરના ફાયદાઓ જાણીએ.

માથાનો દુખાવો થાય ત્યારે કપૂર, સૂંઠ અને સફેદ ચંદનને મીક્ષ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટ માથાનો દુખાવા માટે ખૂબ ફાયદાકારક છે.
કપૂર આંખોની સમસ્યાઓમાં પણ મોટી રાહત આપે છે. દૂધમાં કપૂર મિક્સ કરીને આંખોમાં કાજલની જેમ લગાવવાથી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

તરુણાવસ્થામાં પ્રવેશ કરતા ખીલ નિકળે છે. ખીલ પર કપૂરનું તેલ લગાવવું ખૂબ ફાયદાકારક છે. તે ખીલને ફરીથી થતા અટકાવે છે.
પિમ્પલ્સના કારણે ઘણી વખત ચહેરા પર ફોલ્લીઓ આવે છે. આવી સ્થિતિમાં નાળિયેર તેલમાં કપૂર ભેળવીને ચહેરા પર લગાવવાથી દાગ દૂર થાય છે. આ સાથે તે ચહેરાની શુષ્ક ત્વચાને સુધારવામાં પણ મદદ કરે છે. કપૂર એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મોથી સમૃદ્ધ છે.

પ્રદૂષણ અને અન્ય કારણોસર મોટાભાગના લોકો વાળ ખરવા અને ખોડો થવાની ફરિયાદ કરે છે. વાળમાં નાળિયેર તેલ સાથે કપૂર મિશ્રિત કરવાથી ખોડો અને તૂટતા વાળથી રાહત મળે છે. કફની સ્થિતિમાં કપૂરને સરસવ અથવા તલના તેલ સાથે મિક્સ કરીને થોડો સમય રાખો. ત્યારબાદ આ તેલથી પીઠ અને છાતીને થોડું માલિશ કરો, તે ખૂબ ફાયદાકારક છે. ગરમ પાણીમાં કપૂર ઉમેરીને વરાળ લેવાથી શરદી અને ફ્લૂમાં ઘણી રાહત મળે છે.

 

નોંધ: કોઈપણ પ્રકારના ઘરેલું ઉપચાર માટે કપૂરનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

Next Article