Health Tips : કોરોના વેક્સીન લીધા બાદ ઇમ્યુનિટી વધારવા માટે અચૂક સામેલ કરો આ વસ્તુ

|

May 23, 2021 | 4:05 PM

Health Tips : આ સ્થિતિમાં ડોકટરોનું કહેવું છે કે ડાયેટ અને રૂટીન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ આ સાઈડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે. કઈ વસ્તુથી સાઈડ ઇફેક્ટ ઓછી થાય છે અને ઇમ્યુનીટી વધે છે અને વેક્સીન વધુ અસર કરે છે. આવો જાણીએ.

Health Tips : કોરોના વેક્સીન લીધા બાદ ઇમ્યુનિટી વધારવા માટે અચૂક સામેલ કરો આ વસ્તુ
ઇમ્યુનીટી વધારવા માટે સામેલ કરો આ વસ્તુ

Follow us on

Health Tips : કોરોનાની (corona) બીજી લહેર હાલ ચાલી રહી છે. કોરોનાથી બચવા માટે એક જ ઉપાય છે વેક્સીન.(Corona Vaccine) વેક્સીન એક માત્ર ઉપાય છે જેનાથી કોરોના સામેની જંગ જીતી શકાય છે. હાલ દેશભરમાં કોરોના વેક્સીનનું કામ ચાલી રહ્યું છે. કોરોના વેક્સીન લીધા બાદ તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર અથવા થાક જેવી કેટલીક સાઈડ ઈફેક્ટનો અનુભવ થાય છે.

આ સ્થિતિમાં ડોકટરોનું કહેવું છે કે ડાયેટ અને રૂટીન પર ધ્યાન કેન્દ્રિત કરીને આ આ સાઈડ ઇફેક્ટને ઓછી કરી શકાય છે. કઈ વસ્તુથી સાઈડ ઇફેક્ટ ઓછી થાય છે અને ઇમ્યુનીટી વધે છે અને વેક્સીન વધુ અસર કરે છે. આવો જાણીએ.

ફાઇબરથી ભરપૂર અનાજ  :
વેક્સીન લીધા બાદ ફાઈબરથી ભરપૂર આખા અનાજનું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઇસ, પોપકોર્ન, બાજરી, રાગી, જુવાર, ઓટ્સને ડાયેટમાં સામેલ કરવા જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

લસણ-ડુંગળી
ડુંગળી અને લસણ બંનેને ઇમ્યુનીટી બુસ્ટર ગણવામાં આવે છે. જો શક્ય હોય તો વેક્સીન લગાડયા બાદ ખોરાકમાં વધુને વધુ લસણ અને ડુંગળીનો ઉપયોગ કરો. લસણમાં મેંગેનીઝ, વિટામિન બી 6, ફાઇબર, સેલેનિયમ, વિટામિન સી અને કેટલાક પ્રમાણમાં કેલ્શિયમ, કોપર, પોટેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ હોય છે. ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન સી હોય છે.

ફળ :
વેક્સીન લીધા બાદ એવા ફળો ખાઓ જેમાં પૂરતા પ્રમાણમાં પાણી હોય. જેમ કે પાઈનેપલ, તરબૂચ, સક્કરટેટી, ચીકુ, જાંબુ, કેરી અને કેળા વગેરેનું સેવન કરી શકો છો.

લીલા શાકભાજી :
વેક્સીન લીધા બાદ લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. લીલા શાકભાજી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. લીલા શાકભાજીનું સેવન તમે રાંધીને અથવા સલાડના રૂપમાં કરી શકો છો .

હળદર :
 હળદર એક કુદરતી ઇમ્યુનીટી બુસ્ટર છે. હળદરના સેવનથી તણાવ ઓછું થાય છે અને પાચનશક્તિને મજબૂત કરે અને શરીરના દુખાવાને  ઓછું કરે છે. આ કારણે વેક્સીનની અસર વધારવા માટે હળદરનું સેવન કરો. તમે દિવસમાં 1થી 2 વાર હળદરનું સેવન કરો. સુતા પહેલા હળદરવાળું દૂધ પણ પી શકો છો.

પાણી :
વેક્સીન લીધા બાદ સૌથી અગત્યની બાબત એ છે કે શક્ય તેટલું પાણી પીવું છે. જણાવી દઈએ કે,  ઠંડુ પાણી પીવું નહીં. નોર્મલ પાણીનું સેવન કરવું જોઈએ.

નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતી આપવાના ઉદ્દેશથી રજુ કરાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની અથવા તો તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે. 

 

Next Article