
3થી 6 વર્ષની વયના બાળકોને 11થી 13 કલાકની ઉંઘની જરૂર હોય છે. લગભગ 6-10 વર્ષના બાળકો માટે ડોકટરો કહે છે કે તેમને ઓછામાં ઓછી 10થી 11 કલાકની ઉંઘની જરૂર છે. તેમના સારા સ્વાસ્થ્ય માટે આટલી ઉંઘ ખુબ જ જરૂરી છે.

11 વર્ષની કિશોરાવસ્થાથી 18 વર્ષની યુવાવસ્થા વાળા લોકોને 9 કલાકની ઉંઘ જરૂરી છે. 18 વર્ષથી ઉપરના વ્યક્તિને સરેરાશ 8 કલાકની ઉંઘ પર્યાપ્ત છે. જ્યારે મોટી ઉંમરના વડીલો માટે પણ 8 કલાકની ઉંઘ જરૂરી ગણાવી છે.