
કોથમીર (Coriander)ને કોઈ પણ વાનગીમાં ટેસ્ટ અને ફ્લેવર લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તમને જણાવીએ કે કોથમીરએ ફક્ત સ્વાદમાં જ વધારો નથી કરતી પરંતુ તે એક ઔષધીય છોડ છે, જેમાં ઘણા ગુણો જોવા મળે છે. કોથમીરની ચટણી સાથે પકોડા ખાવાની મજા જ બમણી છે. કોથમીરમાં વિટામીન એ, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
વિટામિન એ અને સી ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો અથવા તો ડાયાબિટીસથી પીડિત છો તો કોથમીરનું સેવન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોથમીરના સેવનથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં તે આંખ માટે પણ ખૂબ લાભકારક છે. કોથમીરના સેવનથી આંખની રોશની વધારી શકાય છે.
કોથમીર ખાવાના ફાયદા
કબજિયાત (Constipation)
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો ભોજનમાં કોથમીરનો સમાવેશ કરો. તે પેટની સમસ્યાઓને દૂર કરીને પાચન શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેના તાજા પાંદડાને છાશમાં નાખીને પીવાથી કબજિયાત અને ઉલટીમાં આરામ મળી શકે છે.
ડાયાબિટીસ (Diabetes)
ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કોથમીર ફાયદા ઘણા છે. તે સુગર લેવલને કંટ્રોલ કરે છે. કોથમીરના નિયમિત સેવન કરવાથી બ્લડમાં ઈન્સ્યુલિનની માત્રાને કંટ્રોલ કરી શકાય છે.
કોલેસ્ટ્રોલ (Cholesterol)
કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ કોથમીર મદદ કરે છે. કોથમીરમાં ઘણા એવા તત્વો જોવા મળે છે, જે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કોથમીર જ નહીં પરંતુ તેના બીજ પણ ખુબ ફાયદાકારક છે. કોથમીરમાં વિટામિન-એ ભરપૂર માત્રામાં જોવા મળે છે અને એ આંખો માટે સારું માનવામાં આવે છે. રોજ કોથમીરનું સેવન કરવાથી આંખની રોશની વધારી શકાય છે.
યુરિન (Urine)
ગરમીમાં પાણી ઓછું પીવાથી પેશાબની સમસ્યાઓ વધી શકે છે. તેવામાં કોથમીરના પાંદડા, ચટણી અથવા તો સુકી કોથમીરનો ઉપયોગ કોઈપણ રીતે કરીને યુરિન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે.
(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.)