Health Care: અંકુરિત ચણા અને ગોળ ખાવાના અજોડ ફાયદા, વાંચો આ આર્ટિકલ

|

Aug 13, 2022 | 8:10 AM

અંકુરિત ચણા (Sprouts) ખાવાથી શરીરની કુદરતી શક્તિ અથવા રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ચણા અને ગોળના પરંપરાગત નાસ્તા પાછળ આ પણ એક કારણ છે.

Health Care: અંકુરિત ચણા અને ગોળ ખાવાના અજોડ ફાયદા, વાંચો આ આર્ટિકલ
sprouted chickpeas (Symbolic Image )

Follow us on

ચણા (Sprouts) સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક કઠોળ છે અને દરેક ઋતુમાં(Season ) તેનું સેવન સ્વાસ્થ્ય માટે એટલું જ ફાયદાકારક (Benefit) માનવામાં આવે છે. ચણા એ આયર્ન, પોટેશિયમ, ઝિંક અને ડાયેટરી ફાઈબરથી ભરપૂર અનાજ છે, જે શરીરને શક્તિ આપે છે અને નબળાઈ દૂર કરે છે. આ સિવાય તે મગજના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. જે બાળકો અને સ્ત્રીઓને એનિમિયાની સૌથી વધુ સંભાવના હોય છે તેમને ખાસ કરીને ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે, આ ઉપરાંત તે ત્વચાના સ્વાસ્થ્યને પણ વધારે છે. ચણાનું સેવન કરવાની ઘણી રીતો છે. જેમ શેકેલા ચણાને મીઠું નાખીને ખાવામાં આવે છે, તેમ કેટલાક લોકો તેને પલાળીને કઢી બનાવે છે. એ જ રીતે, લોકો સ્વાદ અને પોષણ મેળવવા માટે પલાળેલા ચણાને સલાડ અને ચાટમાં ઉમેરીને ખાય છે. જ્યારે પલાળેલા ચણાને અંકુરિત કરવામાં આવે છે, ત્યારે તેમાં સૂક્ષ્મ પોષકતત્વો અને પ્રોટીનનું પ્રમાણ વધે છે, જે ચણાને વધુ પૌષ્ટિક બનાવવાનું કામ કરે છે.

તમે ફણગાવેલા ચણાને મીઠું અને મરી સાથે ખાધુ જ હશે, પરંતુ શું તમે જાણો છો કે અંકુરિત થયા પછી ગોળ સાથે ચણાનું સેવન સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હા, નિષ્ણાતોના જણાવ્યા મુજબ ગોળ અને ફણગાવેલા ચણા ખાવાથી માત્ર એનિમિયાના લક્ષણોથી રાહત મળે છે, પરંતુ તેનાથી શરીરની અન્ય ઘણી સમસ્યાઓ પણ ઓછી થાય છે. અંકુરિત ચણા સાથે ગોળ ખાવાના આવા જ કેટલાક અજોડ ફાયદાઓ વિશે અહીં વાંચો.

ફણગાવેલા ચણા અને ગોળના સ્વાસ્થ્ય લાભો

શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

અંકુરિત ચણા ખાવાથી શરીરની કુદરતી શક્તિ અથવા રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ચણા અને ગોળના પરંપરાગત નાસ્તા પાછળ આ પણ એક કારણ છે. કારણ કે ચણાની જેમ ગોળ પણ એક એવો ખોરાક છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે શરીરને વિવિધ પ્રકારના મોસમી રોગો અને ચેપથી સુરક્ષિત રાખે છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

કબજિયાતથી રાહત

કારણ કે ચણા ડાયેટરી ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે પાચન તંત્રની શક્તિને વધારે છે. આના કારણે પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે કબજિયાત, પેટમાં ગેસ અને અન્ય સમસ્યાઓ ઓછી થાય છે. તે જ સમયે, તે શરીરના મેટાબોલિક રેટને પણ વધારે છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે.

તેનું સેવન કેવી રીતે કરવું

એક વાટકી ચણાને એક લિટર પાણીમાં આખી રાત પલાળી રાખો. બીજા દિવસે તેને સ્વચ્છ સુતરાઉ કપડામાં બાંધીને રાખો. થોડા કલાકો પછી ચણામાં અંકુર ફૂટશે. તમારા જરૂરીયાત પ્રમાણે ચણાને એક બાઉલમાં લો અને તેને ગોળ સાથે ખાઓ.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article