
ઈયરફોનના વધારે પડતા ઉપયોગથી તમારા કાન પર ખરાબ અસર પડે છે એટલું જ નહીં તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે. ચાલો તમને જણાવીએ કે ઈયરફોન તમારા સ્વાસ્થ માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. ઈયર બર્ડ કે પછી ઈયરફોન લોકોના જીવનની આજે એક મહત્વની વસ્તુ બની ગઈ છે. સવારે ઉઠ્યાથી લઈને સાંજ સુધી તમારા કાનમાં રહે છે. જેમાં તમે સવારે ઓફિસે જતાં હોય કે પછી કલાકો સુધી મીટિંગમાં બેઠા હોય કે પછી કોઈ સાથે વાતો કરતા હોય ત્યારે કલાકો સુધી આ ઈયરફોન તમારા કાનમાં રહેલા હોય છે.
શું તમે જાણો છો કે, ઈયર બર્ડ હોય કે પછી ઈયરફોન હોય વધારે સમય સુધી ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ માટે કેટલો હાનિકારક છે.
આ ઈયર ફોન તમારા કાનને ખુબ જ મોટું નુકસાન પહોંચાડે છે. તમારી સાંભળવાની ક્ષમતા પણ ઓછી થઈ જાય છે. એવા કેટલાક કેસો ડોક્ટર પાસે આવતા હોય છે જ્યાં વધારે પડતા ઈયરફોનનો ઉપયયોગ કરવાથી લોકોને બહેરાશનો શિકાર બન્યા છે. જો તમે પણ ઈયરબર્ડ કે પછી ઈયરફોનનો વધારે પડતો ઉપયોગ કરી રહ્યા છો તો આજે જ આ વાતનું ધ્યાન આપજો. જો તમે વર્કઆઉટ કરી રહ્યા છો તે દરમિયાન તમે ઈયરફોનમાં ઉંચા અવાજે ગીતો સાંભળી રહ્યા છો તો બિલકુલ આવું ન કરો. એ પણ ધ્યાન રાખવું જરુરી છે કો, તમે તમારા ઈયરફોન કે પછી ઈયરબર્ડને કોઈ સાથે શેર ન કરો.
આજ-કાલ નાના બાળકો પણ આ ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે તેના માતાપિતાએ પણ એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે, તેના બાળકો કેટલા સમય સુધી ઈયરફોનનો ઉપયોગ કરી રહ્યા છે.ઇયરફોનનો વધુ પડતો ઉપયોગ તમારા કાન અને મગજને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય બીજી ઘણી બીમારીઓનો ખતરો રહે છે.
જ્યારે આપણે આપણા કાનમાં સતત ઈયરફોન પહેરીએ છીએ, ત્યારે ઈયરવેક્સ અને અન્ય ગંદકી કાનમાં ફસાઈ જાય છે. ઈયરફોનને સાફ કર્યા વગર સતત ઉપયોગ કરવાથી કાનની અંદર ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે.
નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
Published On - 8:21 am, Wed, 8 November 23