
સંધિવાના દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે પારિજાતના પાંદડા, છાલ અને ફૂલોનો ઉકાળો બનાવી શકો છો. શરદી, ઉધરસ અને સાઇનસ માટે તેને ચા તરીકે પીવો. એક ગ્લાસ પાણીમાં 2-3 પાંદડા અને 4-5 ફૂલ ઉકાળો, તેમાં 2-3 તુલસીના પાન નાખીને ચાની જેમ પીવો.

તાવ માટે 3 ગ્રામ છાલ અને 2 ગ્રામ પાન સાથે તુલસીના 2-3 પાન પાણીમાં ઉકાળીને દિવસમાં બે વાર પીવો. ઉકાળો બનાવવા માટે, પાંદડાને પાણીમાં ઉકાળો અને પીવો.