તમારા વાળ જણાવશે તમારા આરોગ્યની સ્થિતી, આ સંકેતોને ઓળખો અને જાણો તમારા આરોગ્ય વિશે

|

Oct 08, 2021 | 11:45 PM

મોટાભાગના લોકો વાળ ખરવાની સમસ્યાને સામાન્ય ગણતા હોય છે, પરંતુ કેટલીકવાર આ સમસ્યા તમારા નબળા સ્વાસ્થ્યની નિશાની પણ હોઈ શકે છે. અહીં જાણો તે સમસ્યાઓ વિશે જેના લક્ષણો વાળ દ્વારા પણ દેખાય છે.

તમારા વાળ જણાવશે તમારા આરોગ્યની સ્થિતી, આ સંકેતોને ઓળખો અને જાણો તમારા આરોગ્ય વિશે
વાળ ખરવાની સમસ્યા (પ્રતીકાત્મક તસવીર)

Follow us on

જ્યારે પણ આપણે વાળ ખરવા (Hair Fall)ની સમસ્યા, સફેદ થવાની અથવા રૂક્ષ થવાની સમસ્યાનો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે આપણે તેને માત્ર સુંદરતા સાથે જોડીને જ જોઈએ છીએ. પરંતુ ક્યારેક આ સમસ્યાઓ આપણી શારીરિક સમસ્યાઓની નિશાની પણ હોય છે. જેમ તમે બિમાર હોવ ત્યારે શરીરમાં ઘણા પ્રકારના લક્ષણો દેખાય છે, તેવી જ રીતે ક્યારેક  ક્યારેક આ લક્ષણો તમારા વાળ પર પણ દેખાઈ શકે છે.

 

વાળની ​​સમસ્યા અમુક સમયે તમારા સ્વાસ્થ્ય સાથે સંબંધિત હોઈ શકે છે. તેથી દર વખતે  આ સંકેતોને સામાન્ય સમજીને ટાળો નહીં. અહીં જાણો આવા કેટલાક સંકેતો વિશે જેના દ્વારા તમે તમારી શારીરિક અને માનસિક સ્થિતિનો ખ્યાલ મેળવી શકો છો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

 

 આ બિમારીઓનો સંકેત હોય શકે છે વાળની ​​સમસ્યાઓ

 

 પોલીસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ

પોલીસીસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS) જીવનશૈલીની સમસ્યા છે. તેને PCOS અથવા PCOD તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીરમાં હોર્મોન્સના અસંતુલનને કારણે આ સમસ્યા વધી જાય છે. આમાં ઓવરીમાં નાની નાની ગાંઠ્ઠો અથવા મલ્ટીપલ સિસ્ટ બની જાય છે. આ કારણે પીરિયડ્સમાં અનિયમિતતા આવે છે, સ્થૂળતા વધવા લાગે છે અને વાળ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે તેમજ ખરવા લાગે છે. તેથી જો તમને આવા લક્ષણો દેખાય છે તો નિષ્ણાતની સલાહ લો.

 

 થાઈરોઈડનો સંકેત

જો તમારા વાળ ખૂબ પાતળા થવા લાગે છે તો તે થાઈરોઈડનો સંકેત હોઈ શકે છે. હાઈપોથાઈરોડિઝમની સ્થિતિમાં થાઈરોઈડ ગ્રંથી પૂરતા પ્રમાણમાં થાઈરોઈડ હોર્મોન રીલીઝ કરી શક્તી નથી. આવી સ્થિતિમાં યાદશક્તિ પર અસર પડે છે અને વાળ ઝડપથી પાતળા થવા લાગે છે. વાળ ખરવા એ થાઈરોઈડનો સંકેત પણ હોઈ શકે છે.

વાળ અકાળે સફેદ થવા એ તણાવની નિશાની છે

વાળ અકાળે સફેદ થવા એ તણાવની નિશાની છે. ઘણા સંશોધનોમાં પણ આ વાત સામે આવી છે. તેથી, જો તમારા વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા છે તો પછી તમારા આહાર પર ધ્યાન આપવા ઉપરાંત, તમારા જીવનમાં મેડીટેશન અને યોગનો પણ સમાવેશ કરો.

 

એનિમિયાની સમસ્યા

જો માથું ધોતી વખતે અથવા વાળ ઓળાવતી  વખતે વાળની ગુંચ એક સાથે તૂટે તો તે એનિમિયાની નિશાની હોઈ શકે છે. તમારે નિષ્ણાત સાથે પરામર્શ કરીને રક્ત પરીક્ષણ કરાવવું જોઈએ. આ સિવાય એસ્ટ્રોજન હોર્મોનના સ્તરમાં અચાનક ફેરફાર થવાને કારણે વાળ ખરવાની સમસ્યા પણ થઈ શકે છે.

 

આ પણ વાંચો :  Health : શું તમને મોડેથી જમવાની આદત છે, તો વાંચો આયુર્વેદ શું કહે છે રાત્રે મોડેથી જમવા વિશે

 

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article