Winter Health: શિયાળામાં થતી ગળાની ખરાશને અવગણવાની ભૂલ ના કરશો, હોઈ શકે છે આ રોગનું લક્ષણ, જાણો ઉપાય

|

Dec 17, 2021 | 8:27 AM

Winter Health: શિયાળામાં ગળામાં ખરાશ અને કફની સમસ્યા વધી જાય છે, પરંતુ આણે અવગણવી ન જોઈએ. આ ટૉન્સિલનું લક્ષણ હોઈ શકે છે . આ રીતે રાખો કાળજી.

Winter Health: શિયાળામાં થતી ગળાની ખરાશને અવગણવાની ભૂલ ના કરશો, હોઈ શકે છે આ રોગનું લક્ષણ, જાણો ઉપાય
File Image

Follow us on

Winter Health: શિયાળાની આ ઋતુમાં લોકોને વારંવાર ગળામાં ખરાશની સમસ્યા રહે છે. જો આ સાથે ગળામાં તીવ્ર દુખાવો થાય છે અથવા કોઈ વસ્તુ ખાવામાં સમસ્યા થાય છે. આવા સમયે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. કારણ કે તે ટોન્સિલ રોગનું લક્ષણ પણ હોઈ શકે છે. Tv9 ભારતવર્ષના અહેવાલ અનુસાર ઇએનટી નિષ્ણાત ડૉ. રાજીવ મહેતા સમજાવે છે કે કાકડા એ ગળાની બંને બાજુએ ગ્રંથીઓ હોય છે.

તેમનું કામ શરીરને બહારના ચેપથી બચાવવાનું હોય છે. ઘણી વખત બેક્ટેરિયા કે કોઈ વાયરસના કારણે કાકડામાં સમસ્યા થાય છે. આવું ઘણીવાર ખોટું ખાવાથી અને સ્વચ્છતાનું ધ્યાન ન રાખવાને કારણે થાય છે. જ્યારે કાકડામાં ચેપ લાગે છે, ત્યારે વ્યક્તિ ગળામાં દુખાવો અને તીવ્ર પીડાની ફરિયાદ કરે છે. આ સમસ્યા બાળકોમાં વધુ જોવા મળે છે, નાના બાળકોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ સાથે જડબાના નીચેના ભાગમાં સોજો, કાનની નીચે દુખાવો, ખોરાક ગળવામાં તકલીફ અને નબળાઈ પણ ટૉન્સિલના લક્ષણો છે. જો આવી કોઈ સમસ્યા જણાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

કોઈનું બચેલું ખાવું નહીં

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ડૉ.ના કહેવા પ્રમાણે, તમને આ બીમારી અન્ય વ્યક્તિના કારણે પણ થાય છે. જો તમે ગળાના ઈન્ફેક્શનથી પીડિત કોઈ વ્યક્તિનું બચેલું ખાવ છો, તો તમને ટૉન્સિલ થવાનું જોખમ વધી જાય છે. તેથી, જો નજીકમાં રહેતા કોઈને ગળામાં ખરાશની સમસ્યા હોય, તો તેની સાથે ખોરાક ન ખાવો.

ઠંડી વસ્તુઓ ટાળો

ડોક્ટરના મતે ગળાને શરદીથી બચાવવી જોઈએ. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી પણ ટોન્સિલની સમસ્યા થઈ શકે છે. તેથી લોકોએ દહીં, ઠંડુ પાણી, આઈસ્ક્રીમ અને ભાત ખાવાનું ટાળવું જોઈએ.

આ ઘરગથ્થુ ઉપચારોથી પણ સારવાર મળે છે

ટૉન્સિલ મટાડવા માટે ઘણા ઘરેલું ઉપચાર પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મીઠાના પાણીથી ગાર્ગલ કરવાથી આ સમસ્યામાં રાહત મળે છે. મધની સાથે ગરમ પાણી પીવાથી પણ કાકડા મટી શકે છે.

 

આ પણ વાંચો: Lifestyle : તાંબાના વાસણમાં ચાંદીનો સિક્કો નાંખીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે અજાયબી

આ પણ વાંચો: Health : જો આ બીમારીથી પીડિત હશો તો Heart Failure નું જોખમ સૌથી વધારે

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article