Oreganoનો વધુ પડતો ઉપયોગ કરી શકે છે નુકસાન, જાણો કઈ બીમારી થઈ શકે છે?

|

May 30, 2021 | 11:42 PM

પિઝા અને પાસ્તાનો સ્વાદ વધારવા માટે ઓરેગાનો(oregano) ફાયદો નહીં પરંતુ નુકસાન પણ કરી શકે છે. ઓરેગાનોનું વધારે સેવન કરવાથી સ્કીન એલર્જી, પેટની સમસ્યાઓ અને મિસકેરેજ(miscarriage)સુધી થઈ શકે છે.

Oreganoનો વધુ પડતો ઉપયોગ કરી શકે છે નુકસાન, જાણો કઈ બીમારી થઈ શકે છે?
oregano

Follow us on

પિઝા અને પાસ્તાનો સ્વાદ વધારવા માટે ઓરેગાનો(oregano) ફાયદો નહીં પરંતુ નુકસાન પણ કરી શકે છે. ઓરેગાનોનું વધારે સેવન કરવાથી સ્કીન એલર્જી, પેટની સમસ્યાઓ અને મિસકેરેજ(miscarriage)સુધી થઈ શકે છે.

ઓરેગાનોથી થનારા નુકસાન શું છે?

આજકાલ પિઝા અને સેન્ડવિચમાં લોકો ઓરેગાનોનો અનેકગણો વધારે ઉપયોગ કરે છે. હવે લોકો ઘરમાં પણ ઘણી વાનગીઓમાં સ્વાદ વધારવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. તેનો સ્વાદ બાળકોને અને મોટા બધાને પસંદ પડે છે. માર્કેટમાં ઘણા પ્રકારના ઓરેગાનો મળી રહ્યા છે. જેમાં પિઝા, પાસ્તા અને સોસ જેવી વસ્તુઓમાં ઉપયોગ કરવામાં આવે છે. તેને મેક્સિકન ઓરેગાનો કહેવાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ ઉપરાંત યુરોપિયન ઓરેગાનોનો ઉપયોગ પણ લોકો કરે છે. તેનાથી ખાંસી, માથાનો દુખાવો, ગભરાટ અને દાંતના દુખાવા જેવી સમસ્યા દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજો એક પ્રકારનો ઓરેગાનો છે તે ગ્રીક ઓરેગાનો છે. જેનો લોકો ઉપયોગ કરે છે. લોકો ઓરેગાનોના ફાયદા તો જાણે છે પણ તમને જણાવી દઈએ કે ઓરેગાનો ફક્ત ફાયદા જ નહીં, પરંતુ ઘણા કિસ્સામાં નુકસાન કરી શકે છે.

આવો જાણીએ ઓરેગાનોથી થનારા નુકસાન

 

સ્કીન એલર્જી

ઓરેગાનોનો વધારે દિવસ સુધી ઉપયોગ કરવાથી તમને સ્કીન એલર્જી થવાનો ખતરો રહેલો છે. તેવામાં તમારે સંતુલિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ. ઓરેગાનોનું તેલ પણ ઘણા લોકોને સ્કીન પર એલર્જી કરે છે. જેનાથી બળતરા, લાલાશ અને ખંજવાળની સમસ્યા થવા લાગે છે.

 

પેટમાં સમસ્યા

વધારે માત્રામાં વધારે દિવસ સુધી ઓરેગાનો ખાવાથી પેટમાં સમસ્યા વધી શકે છે. તેનાથી પેટમાં બળતરા, અપચો, ગેસ, કબજિયાતની સમસ્યા થઈ શકે છે.

વધારે બ્લીડીંગ

ઘણા લોકોને બ્લીડીંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. તેવામાં લોકોની નસકોરી ફૂટવા પર કે ઈજા થવા પર લોહી જલ્દી બંધ નથી થતું. તેવા લોકોને ઓરેગાનો ખાવાથી બચવું જોઈએ. તેના લીધે તેમણે સમસ્યા વધી શકે છે.

 

ગર્ભપાતનો ખતરો

જો તમે પ્રેગનન્ટ છો તો તમારે ઓરેગાનોનું સેવન કરવાથી બચવું જોઈએ. ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં વધારે ઓરેગાનો ખાવાથી બ્લીડીંગ થઈ શકે છે. જેનાથી મુશ્કેલીઓનો ખતરો પણ વધી જાય છે.

 

બ્લડ સુગર લેવલ ઓછું

વધારે oregano ખાવાથી બચવું જોઈએ. તેને રોજ ખાવાથી જ સુગર લેવલ ઓછું થઈ શકે છે. જેનાથી ઘણા પ્રકારની મુશ્કેલી થઈ શકે.

 

(નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે.)

Next Article