શું તમને ખબર છે ચા કે કોફી પીતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય? નથી ખબર તો વાંચો આ પોસ્ટ

|

May 07, 2023 | 11:45 AM

Drinking Water Before Tea : ચા અને કોફી પીવાની આદત અનેક લોકોને હોય છે. ચા અને કોફી પીતા પહેલાં અનેક લોકો પાણી પીતા હોય છે. પરંતુ શું પાણી પીવાથી હેલ્થને કોઇ ફાયદો થાય? આ પ્રશ્ન દરેક લોકોને થતો હોય છે.

શું તમને ખબર છે ચા કે કોફી પીતા પહેલા પાણી પીવું કેટલું યોગ્ય? નથી ખબર તો વાંચો આ પોસ્ટ
Drinking Water Before Tea

Follow us on

Drinking Water Before Tea : ઘણીવાર તમે જોયું હશે કે વડીલો ચા પીતા પહેલા પાણી પીતા હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેઓ આવું કેમ કરે છે? છેવટે, ચા પીતા પહેલા પાણી શા માટે પીવામાં આવે છે? આપણામાંથી ઘણાએ આ વાતની નોંધ લીધી નહીં હોય, પરંતુ તેની પાછળ ઘણા કારણો છે. હા, કોફી કે ચા પીતા પહેલા પાણી પીવાના ઘણા ફાયદા છે. એટલા માટે લોકો ચા પીતા પહેલા પાણી પીવે છે. ચાલો વિગતવાર જાણીએ (drinking water before tea is good or bad)

શા માટે આપણે ચા પીતા પહેલા પાણી પીએ છીએ?

એસિડિટીની સમસ્યા ઓછી થાય છે

ખાલી પેટ ચા પીવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ચા પીવાથી પેટમાં એસિડ વધે છે, જેના કારણે એસિડિટીની સમસ્યા વધે છે. આ સ્થિતિમાં ચા પીતા પહેલા પાણી પીવો. તેનાથી એસિડિટીથી રાહત મળી શકે છે.

શરીર હાઇડ્રેટેડ રહે છે

ચા અને કોફી પીધા પહેલાં એક ગ્લાસ પાણી પીવું જરૂરી છે. આમ કરવાથી શરીર હાઇડ્રેટ રહે છે. શરીરને હાઇડ્રેટ રાખવા માટે દરેક લોકોએ ચા અને કોફીના અડધો કલાક પહેલાં પાણી પીવુ જોઇએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

દાંતને રક્ષણ મળે છે

કોફી અને ચા જેવી વસ્તુઓમાં ટેનીન નામના રસાયણો હોય છે, જે દાંતના સડાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે ચા અને કોફી પીઓ છો, ત્યારે તેનું સ્તર દાંત પર બને છે. બીજી તરફ, જો તમે ચા પીતા પહેલા પાણી પીઓ છો, તો તે દાંતને સડાથી રક્ષણ મળી શકે છે.

આ પણ વાંચો : રેગ્યુલર કોફીથી આ રીતે અલગ છે White Coffee, જાણો હેલ્થ માટે કેટલી ફાયદાકારક

સ્વાસ્થ્ય પર ઓછી નકારાત્મક અસર પડે છે

જો તમે ચા અને કોફી પીતા પહેલા પાણી પીઓ છો, તો તે શરીરના નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં મદદ કરે છે. એટલા માટે તો પણ તમે ચા કે કોફી પીઓ, તો તે પહેલા એક ગ્લાસ પાણી પી લો.

અલ્સર સમસ્યામાં રાહત

ખાલી પેટે ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં અલ્સર થવાની શક્યતા વધી જાય છે. જો તમે અલ્સર જેવી સમસ્યાથી પીડાવ છો તો ચા પીતા પહેલા પાણી પીવું એ વધુ સારો વિકલ્પ બની શકે છે. તેનાથી તમે ગંભીર પરેશાનીઓથી દૂર રહી શકો છો.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article