થાકેલી આંખોને ઇગ્નોર ન કરશો, આ સરળ રીતે આંખોને આપો તરત આરામ

આજની લાઇફ સ્ટાઈલમાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ પર સતત કામ કરવાના કારણે આંખોમાં થાક જોવા મળે છે. તેમજ આંખોમાં પાણી આવવા લાગે છે.

થાકેલી આંખોને ઇગ્નોર ન કરશો, આ સરળ રીતે આંખોને આપો તરત આરામ
થાકેલી આંખોને ના કરો ઇગ્નોર
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:23 AM

આજની લાઇફ સ્ટાઈલમાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ પર સતત કામ કરવાના કારણે આંખોમાં થાક જોવા મળે છે. તેમજ આંખોમાં પાણી આવવા લાગે છે. આ બાદ પણ વધુ કામ કરવાના કારણે આંખો બળવા લાગે છે તેમજ આંખમાં ખણ આવવા લાગે છે. આ પરીસ્થિતિમાં કોમ્પ્યુટર સ્ક્રીન સામે કામ થઇ શકતું નથી અને ડોક્ટરની સલાહ અનિવાર્ય બને છે. આજની આ જીવનશૈલીમાં આંખને સ્વસ્થ રાખવી હોય તો જાણો આ ઉપચાર. નીચે જણાવેલા નુશ્ખાં અપનાવીને આંખોને આપો આરામ.

1. થોડી થોડી વારે બ્રેક લો
બની શકે ત્યાં સુધી કામ દરમિયાન આંખોને સ્ક્રીનથી હટાવીને આરામ આપો. દર 20 મિનીટ બાદ 20 સેકંડ માટે 20 ફૂટ દુર રહેલી વસ્તુને જોઈ રહેવાની આદત પાળો. તેમજ વારંવાર આંખોની પાંપણને બંધ કરતા રહો. વારે વારે પલ્કારા મારતા રહો.

2. સ્ક્રીનથી થોડા દુર બેસો
ઘણા લોકો મોબાઈલ અને કોમ્પ્યુટરને આંખોથી ખુબ નજીક રાખે છે. સ્ક્રીનમાંથી નીકળતા કિરણો સીધા આંખમાં જતા નુકશાન કરે છે. અને આ કારણે આંખો જલ્દીથી થાકવા લાગે છે. બને ત્યાં સુધી ટેબલ ચેર પર બેસીને કામ કરો. સ્ક્રીન અને આંખો વચ્ચે ઓછામાં ઓછું એકથી દોઢ ફૂટનું અંતર જાળવો.

એન્ટી ગ્લેર સ્ક્રીન આપી શકે છે રક્ષણ

3. સ્ક્રીન સેટિંગ ચેન્જ કરી લો
બને ત્યાં સુધી ફ્રોન્ટની સાઈઝ મોટી રાખો. તેમજ સ્ક્રીનની બ્રાઈટનેસને પણ ઓછી રાખો. આ ઉપરાંત લેપટોપમાં એન્ટીગ્લેર સ્ક્રીન પણ લગાવી શકો છો, જે સ્ક્રીનમાંથી નીકળવા વાળા હાનિકારક કિરણોથી રક્ષા આપશે.

4. આંખોની કસરત શરુ કરો
આંખ થાકવા લાગે તરત આંખોની કસરત કરો. થોડી વાર માટે આંખોને બંધ કરી દો. અને ધીરેથી ખોલો. અંખની કીકીને ચારે બાજુ ઘુમાવો. દુર અને નજીકની વસ્તુઓને ધ્યાનથી જુઓ. બારી હોય તો તેની બહાર જોવાની અડત પાળો. તેમજ ફોરા હાથથી અંખને મસાજ આપો.

હાથથી આપો આંખોને મસાજ

5. હાથોથી આંખોને ગરમી આપો
વધારે જલન થાય તો આંખો આગળ બંને હથેળી મૂકી ડો અને એણે ગરમી પૂરી પાડો. થોડો સમય સુધી આંખો ઉપર હાથ મુકવાથી આંખોને શેક મળી રહેશે.

6. પાણીથી વારંવાર ધોવો
દિવસમાં ઓછામાં ઓછી બે વાર આંખોને ધોવો. પાણીના કારણે આંખોની માંસપેશીઓ તરત રીલેક્ષ થશે. જેનો સુખદ અનુભવ આપને થશે. આમ છતાં જો આંખોમાં વધુ તકલીફ જણાય તો દોક્તાની સલાહ લો.