
Skin Rashes In Summers: દેશના અનેક વિસ્તારોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. તાપમાનમાં વધારો ત્વચા પર મોટી અસર કરે છે. તેનાથી ત્વચા સંબંધિત બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે. વધારે ગરમીને કારણે ઘણા લોકોને ત્વચા પર બળતરા, ફોલ્લીઓ અને ખંજવાળ જેવી સમસ્યાઓ થવા લાગે છે. કેટલાક લોકો આ સમસ્યાઓ પર ધ્યાન આપતા નથી, પરંતુ આવું ન કરવું જોઈએ.
આ પણ વાંચો : ઉનાળામાં ત્વચાનું ટેનિંગ થઇ જાય છે, તો અજમાવો આ ફેસ માસ્ક, ચહેરો થઇ જશે ક્લિન
ડોક્ટર્સનું કહેવું છે કે ઉનાળાની ઋતુમાં ત્વચા પર ખંજવાળ ઘણી બીમારીઓનો સંકેત હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને ત્રણ-ચાર દિવસ સુધી આ સમસ્યા રહેતી હોય તો તેનો ઈલાજ કરાવો. તમને જણાવી દઈએ કે ત્વચા પર ખંજવાળ આવવી એ કયા રોગોની નિશાની છે. આ જાણવા માટે અમે ડર્મેટોલોજીસ્ટ ડૉ.ભાવુક મિત્તલ સાથે વાત કરી છે.
આ પણ વાંચો : ઉનાળામાં ત્વચાનું ટેનિંગ થઇ જાય છે, તો અજમાવો આ ફેસ માસ્ક, ચહેરો થઇ જશે ક્લિન
ડો.ભાવુક કહે છે કે આ સમયે ખૂબ જ તીવ્ર સૂર્યપ્રકાશ નીકળી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તડકામાં રહો છો,ત્વચા પર થતા સનબર્નને સન પોઈઝનીંગ કહેવાય છે. તેની શરૂઆતમાં, ચહેરા અથવા હાથ પર તીવ્ર ખંજવાળ શરૂ થાય છે. જો તમે સમયસર તેના પર ધ્યાન ન આપો તો તે આખા શરીરમાં ફેલાઈ શકે છે.
આ સિઝનમાં પરસેવો વધુ આવે છે. તેનાથી ત્વચાના છિદ્રો ખુલે છે. જેના કારણે તેમનામાં ગંદકી જતી રહે છે. ખીલને કારણે ત્વચા પર ખંજવાળ પણ આવી શકે છે. આ સમસ્યા 18 થી 30 વર્ષની વયજૂથમાં વધુ જોવા મળે છે.
ઝેરોડર્મા પણ ત્વચા સંબંધિત રોગ છે. તેની શરૂઆતમાં ત્વચા પર ઘણી ખંજવાળ આવે છે. આ રોગ જન્મના સમયથી પણ થાય છે. સૂર્યના સંપર્કમાં આવવાથી તીવ્ર ખંજવાળ આવે છે અને તે આખા શરીરમાં ફેલાઈ શકે છે.
ડો.ભાવકુ કહે છે કે આ સમયે લોકોએ સખત તડકામાં રહેવાનું ટાળવું જોઈએ. બપોરે 12 થી 3 વાગ્યા સુધી બહાર ન જવાનો પ્રયાસ કરો. જો તમારે કોઈ કામ માટે જવું હોય તો તમારું માથું અને ચહેરો ઢાંકો, પાણીની બોટલ સાથે રાખો. દર અડધા કલાકે પાણી પીતા રહો. આ દરમિયાન ધૂળ અને માટીના સંપર્કમાં આવવાનું ટાળો.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.