વજન ઘટાડવા ઈચ્છો છો? તો ઉનાળામાં આ રીતે બનાવો બ્લેક કોલ્ડ કોફી, ચરબી માખણની જેમ પીગળશે

|

May 02, 2022 | 9:32 PM

મોટા ભાગના લોકો પોતાને ફિટ રાખવા માટે અલગ-અલગ પ્રકારના ડાયટ અને એક્સરસાઇઝનું પાલન કરે છે. વજન ઘટાડવા માટે લોકો તેમના દિવસની શરૂઆત હેલ્ધી ડ્રિંક (Drink)થી કરે છે, આજે અમે તમને આવાજ એક હેલ્થી ડ્રિન્ક વિશે જણાવશું.

વજન ઘટાડવા ઈચ્છો છો? તો ઉનાળામાં આ રીતે બનાવો બ્લેક કોલ્ડ કોફી, ચરબી માખણની જેમ પીગળશે
coffee (symbolic image )

Follow us on

ઘણા લોકો કોફી (Coffee) પીવાના શોખીન હોય છે. ચા પીતા નથી, પરંતુ કોફીનો આનંદ બધાને ગમે છે. કેટલાક લોકો એવા છે જેઓ વિચારે છે કે કોફી પીવાથી વજન વધશે, તેથી તેને અવગણે છે. કોફી ઘણી રીતે પીવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આપણે બધા જાણીએ છીએ કે ગરમ બ્લેક કોફી (Black Coffee) વજન ઘટાડવા માટે ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ હવે સમસ્યા એ છે કે ઉનાળાની ઋતુમાં ગરમાગરમ બ્લેક કોફી પીવી લગભગ અસંભવ લાગે છે. શું કોલ્ડ બ્લેક કોફી (Cold Black Coffee) ગરમ બ્લેક કોફી જેટલી સારી છે કે નહીં, ખાસ કરીને જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે? તો ચાલો આ જાણીએ.

શું કોલ્ડ બ્લેક કોફી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે?

દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું કોલ્ડ બ્લેક કોફી ખરેખર વજન ઘટાડવામાં અસરકારક છે કે નહીં. તો ચાલો જાણીએ આ વાતનો જવાબ-

કોલ્ડ બ્લેક કોફી તમારા મેટાબોલિઝમને વધારે છે

કોલ્ડ બ્રુ કોફીમાં પણ કેફીન જોવા મળે છે, જે ઇન્સ્ટન્ટ બ્રુડ કોફીની જેમ જ છે. તે પાચનની ઝડપને 11 ટકા સુધી વધારી શકે છે. તમને જણાવી દઈએ કે કેફીન તમારા શરીરની ચરબીને ઝડપથી બર્ન કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તે ગ્લુકોઝના ઉત્પાદનને અટકાવે છે

ક્લોરોજેનિક એસિડ ઠંડી/ગરમ બ્લેક કોફીમાં જોવા મળે છે, જે શરીરમાં ગ્લુકોઝના ઉત્પાદનને ધીમું કરવામાં મદદરૂપ સાબિત થાય છે. મતલબ કે જો તમે જમ્યા પછી બ્લેક કોફી પીશો તો શરીરમાં ગ્લુકોઝ અને ફેટ કોષો ઓછાં ઉત્પન્ન થશે.

કોલ્ડ કોફી તમને એનર્જેટિક રાખે છે

કોલ્ડ બ્લેક કોફીમાં ભરપૂર માત્રામાં કેફીન હોય છે, જે પાચનતંત્રને સક્રિય કરવાની ઉપયોગીતા ધરાવે છે. એટલું જ નહીં, તે એનર્જીનું સ્તર પણ વધારે છે, જેના કારણે ભૂખ ઓછી લાગે છે. ચાલો તમને જણાવીએ કે તે તમને ઓછો ખોરાક ખાવામાં મદદ કરે છે અને તમારી વધારાની કેલરીની માત્રા પર નજર રાખવામાં મદદ કરે છે.

ઓછી કેલરી, કોલ્ડ બ્લેક કોફી

કોલ્ડ બ્લેક કોફીને ઓછી કેલરીવાળું પીણું માનવામાં આવે છે, તેમાં ચરબી કે કોલેસ્ટ્રોલ હોતું નથી. મતલબ કે તમે કોઈપણ ચિંતા વગર દરરોજ તેનું સેવન કરી શકો છો.

કોલ્ડ બ્લેક કોફી કેવી રીતે બનાવવું? 

કોલ્ડ બ્લેક કોફી પીવા માટે તમારે બજારમાં જવાની જરૂર નથી, કારણ કે તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. આ માટે માત્ર એક ગ્લાસ લો, તેમાં થોડા બરફના ટુકડા ઉમેરો, પાણી ઉમેરો, થોડી કોફી ઉમેરો, તેને હલાવો અને મિક્સ કરો અને કોફીનો આનંદ લો.

Next Article