TV9 GUJARATI | Edited By: Niyati Trivedi
Aug 14, 2021 | 11:09 AM
ખાતી વખતે લોકો ઘણી વખત અનેક ભૂલો કરે છે અને તે બાદ તેમને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોમાંથી પસાર થવુ પડે છે તો આવો જાણીએ કે ખાતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ.
ઉનાળાની ઋતુમાં ભીંડા અને કારેલા બજારમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક લોકો બંને શાકભાજીના શોખીન હોય છે. પરંતુ તમે કદાચ જાણતા નહી હોવ કે ભીંડા અને કારેલા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. ભીંડા અને કારેલાનું સેવન પેટમાં ઝેર બનાવવાનું કામ કરે છે. તે તમારા માટે જીવલેણ પરિસ્થિતિ પણ ઉભી કરી શકે છે.
દહીં સાથે ડુંગળીનું મિશ્રણ ક્યારેય સારું માનવામાં આવતું નથી. તેને ખાવાથી બચવું જોઈએ અન્યથા ચામડીના રોગો જેમ કે દાદર, ખંજવાળ,ખરજવું, અને ત્વચા અને પેટને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
જો તમે અડદની દાળ ખાધી હોય તો તે પછી ક્યારેય દૂધ ન પીઓ. આ સિવાય મૂળા, ઈંડા, માંસ ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. આ પછી, દૂધ પીવાથી પાચનક્રિયામાં તકલીફ થઇ શકે છે.
ઘણા લોકો ખોરાકમાં સલાડ તરીકે મૂળા ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે ભીંડાનુ સેવન કરી રહ્યા છો, તો પછી ક્યારેય મૂળા એકસાથે ન ખાઓ. મૂળા અને ભીંડાનું મિશ્રણ ત્વચામાં ઘણા ફેરફારોનું કારણ બને છે. જેના કારણે ત્વચાને લગતી સમસ્યાઓ આવી શકે છે જેમ કે ચહેરા પર ડાઘા
આપણે ઘણીવાર દૂધમાં ફળો ઉમેરીને શેક્સ બનાવીએ છીએ. કસ્ટર્ડમાં પણ દૂધમાં ફળ ઉમેરીને ખાવામાં આવે છે, પરંતુ ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધમાં મિશ્રિત ફળો ખાવાથી, દૂધમાં હાજર કેલ્શિયમ ફળોના એંજાઇમને શોષી લે છે.
આહાર લેતી વખતે ઉપરની તમામ બાબતનુ ધ્યાન રાખવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઇ શકે છે.
Published On - 10:18 am, Sat, 14 August 21