Constipation : શું રોજ સવારે પેટ બરાબર સાફ નથી રહેતું ? કબજિયાતની સમસ્યાને ચપટીમાં ભગાવો દૂર

|

Aug 12, 2022 | 8:51 AM

ગાયનું (Cow )ઘી અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એક ચમચી ગાયનું ઘી અને તેની સાથે એક ગ્લાસ ગાયનું ગરમ ​​દૂધ લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

Constipation : શું રોજ સવારે પેટ બરાબર સાફ નથી રહેતું ? કબજિયાતની સમસ્યાને ચપટીમાં ભગાવો દૂર
Constipation Problem (Symbolic Image )

Follow us on

કબજિયાત (Constipation )એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે મોટાભાગના લોકો એક યા બીજા સમયે પરેશાન થઈ શકે છે. પેટ (Stomach )સાફ ન થવું એ પણ કબજિયાતનું લક્ષણ (Symptoms )હોઈ શકે છે. આ સમસ્યા પર ધ્યાન નહીં આપવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. સામાન્ય રીતે યોગ્ય આહાર ન લેવાને કારણે કબજિયાતની સમસ્યા થાય છે. કબજિયાત થવા પાછળ આ સિવાય પણ બીજા ઘણા કારણો હોય શકે છે.

ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોવું, પૂરતું પાણી ન પીવું, રાત્રે પૂરતી ઊંઘ ન લેવી અને અસ્તવ્યસ્ત જીવનશૈલીને કારણે કબજિયાત થઈ શકે છે. કબજિયાતની સમસ્યા માટે કાયમી દવાઓ ખાવાથી લાંબા ગાળે તે શરીરમાં આંતરડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે આ આર્ટિકલમાં અમે તમને તમારા રસોડામાં હાજર કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું જે કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદરૂપ થઇ શકે છે.

કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવાના ઉપાય

કાળા કિસમિસ

કાળી કિસમિસમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે. કિસમિસ પલાળવી ખૂબ જ જરૂરી છે કારણ કે પલાળેલી કિસમિસ પાચનમાં મદદ કરે છે. વાત દોષ ધરાવતા લોકો માટે તે સારું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મેથીના દાણા

કબજિયાતની સમસ્યામાં પણ મેથીના દાણાને જરૂરી માનવામાં આવે છે. એક ચમચી મેથી લો. તેને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે સવારે તેને પાણી સાથે લો. વાત અને કફ દોષવાળા લોકો માટે આ ઉપાય ઉત્તમ  છે પરંતુ પિત્ત દોષવાળા લોકોએ તેના સેવનથી બચવું જોઈએ.

આમળાનો રસ

આમળાનો રસ કબજિયાતની સમસ્યાને દૂર કરવાની સાથે વાળને મજબૂત કરવા, સફેદ વાળને કાળા કરવા, આંખોની રોશની કરવામાં પણ મદદ કરે છે. સવારે ખાલી પેટ આમળાનો રસ પીવો. તે બધા માટે ફાયદાકારક છે.

ગાયનું ઘી

ગાયનું ઘી અને દૂધ પણ સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. એક ચમચી ગાયનું ઘી અને તેની સાથે એક ગ્લાસ ગાયનું ગરમ ​​દૂધ લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Next Article