
મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર એક એવી બીમારી છે, જેના કેસ ભારતમાં દર વર્ષે વધી રહ્યા છે. તેને જોતા સરકારે સર્વાઈકલ કેન્સરથી બચવા માટે રસીકરણ પર ભાર મુક્યો છે પણ ભારતમાં આજે પણ સર્વાઈકલ કેન્સર અને તેની વેક્સિનને લઈ લોકોમાં જાગરૂકતા ઓછી છે. મોટાભાગની મહિલાઓને એ ખબર નથી કે સર્વાઈકલ કેન્સરથી બચવા માટે કઈ વેક્સિન લાગે છે અને તે ક્યારે લગાવવી જોઈએ. રસીકરણ વિશે જાણકારી ન હોવાના કારણે ભારતમાં સર્વાઈકલ કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, જ્યારે વેક્સિનેશનથી આ કેન્સરના થવાની આશંકાને 70થી 80 ટકા સુધી ખત્મ કરવામાં આવી શકે છે.
ત્યારે આજે અમે તમને જણાવીશું કે સર્વાઈકલ કેન્સરની વેક્સિન ક્યારે લગાવવી જોઈએ અને કઈ ઉંમરમાં આ રસી લગાવવાથી સૌથી વધારે ફાયદો થાય છે. આ જાણવા માટે અમે નિષ્ણાંત સાથે વાતચીત કરી છે. આ પહેલા જાણી લો કે સર્વાઈકલ કેન્સર શું છે.
નિષ્ણાંત જણાવે છે કે જ્યારે મહિલાઓના સર્વિક્સમાં સેલ્સ અનિયંત્રિત રીતે વધવા લાગે છે તો સર્વાઈકલ કેન્સર થાય છે. આ કેન્સર HPV વાયરસના કારણે થાય છે. આ વાયરસ યૌન સંબંધ બનાવવાથી ફેલાય છે. જે મહિલા અસુરક્ષિત યૌન સંબંધ બનાવે છે, તેનાથી આ વાયરસ ફેલાવવાનું જોખમ વધારે હોય છે.
જ્યારે શરીરમાં આ વાયરસ જાય છે, તે પછી ઘણા વર્ષો સુધી તે મહિલાના શરીરમાં રહે છે અને કેન્સરનું કારણ બને છે પણ દરેક મહિલાઓમાં આ વાયરસ કેન્સરનું રૂપ લઈ શકતો નથી. જે મહિલાઓની ઈમ્યુનિટી કમજોર હોય છે, તેને કેન્સરનું રિસ્ક રહે છે. તેથી એ જરૂરી નથી કે જે મહિલામાં HPV વાયરસ છે, તેને સર્વાઈકલ કેન્સર પણ થઈ જશે પણ જો યોગ્ય સમય પર HPV વેક્સિન લગાવી લો તો આ કેન્સરથી બચાવ શક્ય છે.
દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં આન્કો ગાયનેકોલોજિસ્ટ ડો. સલોની ચઢ્ઢા જણાવે છે કે સર્વાઈકલ કેન્સરથી બચાવ માટે વેક્સિન લગાવવાના ફાયદા 9થી 14 વર્ષની અંદર સૌથી વધારે હોય છે. એટલે કે છોકરી 9 વર્ષની ઉંમર પાર કરી ચૂકી છે તો તેને સર્વાઈકલ કેન્સરની વેક્સિન લગાવવી જોઈએ. જો કે 26 વર્ષની ઉંમર સુધી આ વેક્સિન લગાવવામાં આવી શકે છે પણ વધારે અસર 9થી 14 વર્ષની અંદર થાય છે.
આ સવાલના જવાબમાં ડો.સલોની કહે છે કે એવુ નથી કે 26 વર્ષ બાદ વેક્સિન ના લગાવવી જોઈએ. મહિલાઓ આ રસી લઈ શકે છે. જો કે તેની અસર વધારે રહેશે નહીં પણ આ વેક્સિન HPV વાયરસના ઘણા પ્રકારના સ્ટ્રેનથી બચાવ કરી શકે છે. જો કોઈ મહિલાના શરીરમાં એચપીવી વાયરસ છે તો પણ તે રસી લગાવી શકે છે. જો કે સલાહ એ પણ છે કે આ રસી 9થી 14 વર્ષની અંદર લગાવી લે તો સૌથી વધારે ફાયદો થશે. આ ઉંમરમાં રસીકરણથી ભવિષ્યમાં સર્વાઈકલ કેન્સર થવાની આશંકા ખુબ જ ઓછી થઈ જશે.
ડો. કપૂર કહે છે કે સર્વાઈકલ કેન્સરથી બચાવ માટે જરૂરી છે કે મહિલાઓ અસુરક્ષિત યૌન સંબંધ ના બનાવે અને એકથી વધુ પાર્ટનરની સાથે શારિરીક સંબંધ ના રાખે. તે સિવાય એ પણ જરૂરી છે કે પર્સનલ હાઈજીનનું ધ્યાન રાખે અને ધ્રૂમપાન અને દારૂની કુટેવથી બચો. જે મહિલાઓએ સર્વાઈકલ કેન્સરની વેક્સિન લીધી નથી તે ગભરાય નહીં પણ સાવધાની રાખે અને પોતાના ડોક્ટરની સલાહ લઈને રસીકરણ કરાવો.
તમે સર્વાઈકલ કેન્સરની વેક્સિનને હોસ્પિટલમાં લગાવી શકો છો. હાલ આ વેક્સિનની કિંમત 2000થી લઈ 5000 સુધી છે પણ ઝડપી જ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સર્વાઈકલ કેન્સરની વેક્સિન લોન્ચ કરશે, જેની કિંમત 200થી 400 રૂપિયા પ્રતિ ડોઝ હશે.
Published On - 1:33 pm, Sat, 3 February 24