પાચનશક્તિ વધારવાથી લઈને તમારા શ્વાસને લાંબા સમય સુધી તાજું રાખવા સુધી મિન્ટ એટલે કે ફુદીનાના ઘણા બધા ફાયદાઓ છે. તેનાથી તને મોકટેલ, ચટણી અથવા રાયતા બનાવી શકો છો. આજે અમે તમને જણાવીશું મિન્ટના ફાયદા.
ફુદીનાના ફાયદા- Benefits of mint
મિન્ટ અથવા ફુદીનો એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે. મિન્ટનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે. લોકો રસોડામાં કે ઘરના બગીચામાં ફુદીનો રાખતા જ હોય છે. ફુદીનો (Mint)એ સૌથી પ્રાચીન રાંધણ વનસ્પતિ છે. તેના નોંધપાત્ર ઔષધીય ગુણધર્મોએ તેને અત્યાર સુધીની સૌથી વધુ જાણીતી અને ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓમાંની એક બનાવી છે.
ફુદીનામાં ખૂબ શક્તિશાળી એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. પાંદડાનો રસ કાઢી શકાય છે અથવા રાયતું પણ બનાવવામાં આવે છે. તે રક્તમાં શર્કરાના સ્તરને સંચાલિત કરવા અને ત્વચાની સ્થિતિમાં સારવાર માટે ફુદીનો ઉત્તમ છે. ઉનાળામાં, વ્યક્તિએ ખાસ કરીને તેને ભોજનમાં ઉમેરવું જોઈએ. ફુદીનો ખૂબ જ ઠંડક આપે છે અને પાચનમાં તેમજ શ્વાસના વિકારમાં પણ મદદ કરે છે.
ફુદીનાના અન્ય ફાયદો (Benefits of mint) જોઈએ તો …
1) ફુદીનામાં ડાઈજેસ્ટિવ સિસ્ટમને ઠીક કરવાની ક્ષમતા છે.
2) ફુદીનો દમના દર્દીઓ માટે ફાયદાકારક છે. ફુદીનો બળતરા વિરોધી ગુણધર્મોથી ભરેલો છે.
3) જો તમને શરદી અને શ્વાસ લેવામાં મુશ્કેલી હોય તો ફુદીનાનો પ્રયોગ કરો. ફુદીનો નાક, ગળા, શ્વાસનળી અને ફેફસાંના કફને સાફ કરે છે.
4) ફૂદીનાથી માથાનો દુખાવો મટાડવામાં પણ મદદ મળી શકે છે. તેની મજબૂત સુગંધ માથાનો દુખાવો ઓછો કરવામાં મદદ કરી શકે છે. ફુદીનાના પાન અથવા મૂળ તેલવાળા બામ, જ્યારે કપાળ અને નાક પર ઘસવામાં આવે છે, ત્યારે માથાનો દુખાવો અને ઉબકા મટાડવામાં અસરકારક છે.
5) ફુદીનો આપણા એકંદર મોઢાના આરોગ્ય માટે પણ જાદુઈ કામ કરે છે. તે મોંની અંદર બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. આ જ કારણ છે કે બજારમાં ઘણા ટૂથપેસ્ટ પણ મિન્ટ (Mint) ફ્લેવર માં આવે છે.
Published On - 6:58 pm, Tue, 22 June 21