કેળાના ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે કેળાની છાલ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કેળા ખાધા પછી આપણે બધા છાલને કચરામાં ફેંકી દઈએ છીએ. તેમાં ઘણા વિટામિન્સ, ખનિજો અને પોષક તત્વો હોય છે. કેળાની છાલ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. આ સિવાય ત્વચાની સમસ્યાઓથી પણ છુટકારો મળે છે. કેળાની છાલ વિટામિન બી -6, બી -12, પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. આવો જાણીએ કેળાની છાલના ફાયદાઓ વિશે.
પાચન માટે શ્રેષ્ઠ
કેળાની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાત અને ઝાડાની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. જો તમને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમની સમસ્યા હોય તો કેળાની છાલનું નિયમિત સેવન કરવું જોઈએ.
દાંત કરે છે સફેદ
નિષ્ણાતોના મતે કેળાની છાલને એક અઠવાડિયા સુધી એક મિનિટ સુધી ઘસવાથી દાંતમાં ચમક આવે છે. તે પોટેશિયમ અને મેગ્નેશિયમથી સમૃદ્ધ હોય છે. જ્યારે તેને ઘસવામાં આવે છે, ત્યારે તેમાં રહેલા ખનિજોને કારણે દાંતમાં ચમક આવે છે.
ખીલથી મળે છે છુટકારો
જો તમે પિમ્પલ્સ અને ખીલની સમસ્યાથી પરેશાન છો તો કેળાની છાલને ચહેરા પર ઘસો. તમે એક અઠવાડિયામાં ફરક જોશો. તેમાં ફિનોલિક હોય છે જે એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મોથી સમૃદ્ધ હોય છે. તે ત્વચાના સોજા ઘટાડવામાં મદદ કરે છે.
કરચલીઓ ઘટાડે છે
કેળાની છાલમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી હોય છે, જે ત્વચાની સ્થિતિસ્થાપકતા વધારવામાં મદદ કરે છે. આ સિવાય તે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
દુખાવામાં રાહત આપે છે
એક અભ્યાસ મુજબ, કેળાની છાલમાં બાયોએક્ટિવ સંયોજનો હોય છે જેમાં કેરોટીનોઈડ્સ અને પોલીફેનોલ્સ હોય છે. તે એન્ટી-ઓક્સિડેન્ટ ગુણધર્મોથી ભરપૂર છે જે પેટના દુખાવામાંથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. તેથી કેળા ખાધા પછી તેની છાલને હવે ફેંકી દેતા પહેલા એક વાર જરૂર વિચારજો. તમારા ઘણા કામમાં આવી શકે છે આ કચરો.
આ પણ વાંચો: બદામ-અખરોટના ગુણ મળશે એકદમ સસ્તામાં, જાણો આ ખાસ પ્રકારના Butter અને તેના ફાયદા વિશે
આ પણ વાંચો: Health Tips: અનેક સ્વાસ્થ્યલક્ષી ગુણધર્મોના ખજાનાથી ભરપૂર છે સીતાફળ
(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)