
શરદી : બે ચમચી અરડૂસીના રસમાં એક ચમચી તુલસીનો રસ એક ચમચી મધ મેળવીને સવારે-સાંજે-રાત્રે પીવું. અરડૂસીના તાજા પાનને ખૂબ લસાટી કાઢેલો બે ચમચી રસ અને એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટ્ટો પડે છે.

અરડૂસીનાં પાન ફૂલ અને મૂળ દ્વારા કફ અને પિત્તથી થતી ઉધરસ શ્વાસનાં રોગો અને શરદી મટાડી શકાય છે. અરડૂસીનાં ફૂલોને છાયામાં સુકવી વાટી મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. કફ છૂટો પડી નિકળી જાય છે પરિણામે ફેફસાં સાફ થઈ જાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે.

સો થી વધુ રોગો પર અસરકારક અરડૂસો જેને " વાસા" તરીકે પણ ઓળખવામાં આવે છે.