વરિયાળીનું શરબત : ઉનાળાની ગરમીને ચપટીમાં ભગાડો દૂર, જાણો સિમ્પલ રેસિપી

|

May 06, 2022 | 2:21 PM

સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ(Nutritionist ) રૂજુતા દિવેકરે તાજેતરમાં આવા જ એક શરબતની રેસીપી શેર કરી છે, જે ઉનાળાની ઋતુમાં લોકોને થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે.

વરિયાળીનું શરબત : ઉનાળાની ગરમીને ચપટીમાં ભગાડો દૂર, જાણો સિમ્પલ રેસિપી
Healthy Drink in Summer (Symbolic Image )

Follow us on

આકરા તડકા અને આકરા ઉનાળાની (Summer ) વચ્ચે જ્યારે એક ગ્લાસ ઠંડું શરબત મળે છે ત્યારે લોકોને ગરમીથી (Heat ) તો રાહત મળે જ છે સાથે સાથે મન અને શરીરને પણ સ્ફૂર્તિ (Energy ) મળે છે. સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે તાજેતરમાં આવા જ એક શરબતની રેસીપી શેર કરી છે, જે ઉનાળાની ઋતુમાં લોકોને થતી સમસ્યાઓથી રાહત આપવાનું કામ કરે છે. રુજુતા દિવેકરે એક વીડિયો પોસ્ટ કરતાં વરિયાળીમાંથી બનેલા આ ખાસ પીણા વિશે વાત કરી. વરિયાળીમાંથી બનેલા આ પીણાનું નામ વરિયાળી શરબત છે.

આ પીણું તમને ઉનાળામાં ઠંડુ રાખશે, વાંચો રેસિપી

રુજુતા દિવેકરે તેની સિરીઝ રેસિપીઝ ઓફ ઈન્ડિયામાં વરિયાળીમાંથી બનેલા આ શરબત વિશે ચર્ચા કરી હતી. તેમના મતે ઉનાળામાં આ શરબતનું સેવન કરવું દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં વાંચો વરિયાળીમાંથી બનાવેલ આ શરબત ઘરે તૈયાર કરવાની સરળ રીત.

વરિયાળીનું શરબત બનાવવા માટે તમારે આ વસ્તુઓની જરૂર પડશે

1 લિટર ઠંડુ પાણી
શેકેલા જીરાનો પાવડર
2 ચમચી વરિયાળી અથવા વરિયાળીના બીજ
1 ટીસ્પૂન ફુદીનાની ચટણી
સ્વાદ મુજબ મીઠું
એક ચપટી કાળા મરી પાવડર
હીંગ
લીંબુ સરબત
પ્રમાણસર ખાંડ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વરિયાળી શરબત રેસીપી

  • વરિયાળીને આખી રાત પલાળી રાખો અને પછી વરિયાળીને ગાળી લો.
  • હવે, વરિયાળીને બાકીની બધી વસ્તુઓની સાથે  પીસી લો.
  • પછી, આ મિશ્રણને ઠંડા પાણીમાં અને  ખાંડ  સાથે મિક્સ કરો.
  • હવે આ શરબતને ગાળીને સર્વ કરો.

વરિયાળીનું શરબત પીવાના ફાયદા

ઉનાળામાં થતી એસિડિટી, પેટનું ફૂલવું અને કબજિયાત જેવી પાચન તંત્રને લગતી સમસ્યાઓથી રાહત મળે છે. આ શરબત મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. જે યોનિમાર્ગની શુષ્કતા અને  ઊનવા  જેવી સમસ્યાઓથી રાહત અપાવે છે.

જુઓ વિડીયો :

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Published On - 2:04 pm, Fri, 6 May 22

Next Article