Jamun સાથે આ 4 વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર, જાણો કંઇ છે આ ખાદ્યચીજ

Health Tips: ઘણી એવી ખાદ્ય વસ્તુઓ છે જેનું સેવન જાંબુ સાથે ન કરવું જોઈએ અથવા જાંબુ ખાધા પછી તરત જ ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે.

Jamun સાથે આ 4 વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર, જાણો કંઇ છે આ ખાદ્યચીજ
જાંબુ સાથે આ ખાદ્યચીજ ન ખાવી જોઇએ
Image Credit source: ફાઇલ ફોટો
| Edited By: | Updated on: Jun 29, 2022 | 7:52 AM

Jamun Side Effects: આરોગ્ય માટે ફળોનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખાસ કરીને સીઝન પ્રમાણે આવતા ફળો ખાવાની સલાહ હમેશા આપવામાં આવે છે. પણ અમુક ફળો એવા છે જેને ખાતા વખતે તમારે સાવધાની રાખવી પણ ખૂબ જરૂરી છે. આવું જ એક ફળ છે જાંબુ, જેના સેવન વખતે તમારે આ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખાસ કરીને આ વસ્તુઓ સાથે તમારે જાંબુનું સેવન કરવાથી બચવાની જરૂર છે.

જાંબુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફળ માનવામાં આવે છે. પણ જાંબુના જેટલા ફાયદા છે એટલા નુકશાન પણ રહેલા છે. જાંબુ ક્યારેય પણ ભૂખ્યા પેટે ખાવું ન જોઈએ. આવો જાણીએ જાંબુ ખાતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

— હળદર
હળદર ઘણા ગુણો થી ભરપુર છે. તેનો ઉપયોગ ઔષધિના રૂપમાં પણ કરાય છે. જોકે જાંબુ અને હળદરનું એકસાથે સેવન શરીર પર વિપરીત અસર કરે છે. તેનાથી પેટમાં ગડબડ થઈ શકે છે.

— અથાણું
સ્વાદિષ્ટ અથાણું ખાવામાં ખૂબ ભાવે છે. પણ કેટલીક વસ્તુઓ સાથે તેનું સેવન ન કરવું જોઈએ. જાંબુ અને અથાણાં નું એકસાથે સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. અને પેટમાં દુખાવો વધી શકે છે.

— પાણી
પાણી પીધા ના અડધા કલાક સુધી તમારે જાંબુ ખાવાથી બચવું જોઈએ. તેનાથી ઝાડા અને અપચાની સમસ્યા થઈ શકે છે. ગેસ અને એસિડિટી ની સમસ્યા પણ તેના કારણે વધી શકે છે.

— દૂધ
જાંબુ સાથે કે જાંબુ ખાધા ના તુરંત બાદ દૂધ પીવું સ્વસ્થ શરીર માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જેથી તેનાથી બચવું જોઈએ. તમે જાંબુ સાથે મીઠું લગાવીને તેની આડઅસર થી બચી શકો છો.

નોંધ-

આ સામગ્રી, સલાહ સહિત, ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. ટીવી9 આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.

Published On - 7:50 am, Wed, 29 June 22