Work From Home સાથે કમરના દુઃખાવાની છે ફરિયાદ? અજમાવી જુઓ આ ઉપાય

|

Sep 19, 2020 | 1:32 PM

માર્ચ મહિનાથી લાગુ પડેલા લોકડાઉન અને તે પછી તબક્કાવાર થયેલા અનલોક બાદ પણ હજી દેશમાં કોરોનાનો કહેર ઓછો થયો નથી. હજી પણ કેટલીક કોર્પોરેટ ઓફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન આપવામાં આવ્યું છે પણ ઘરે બેસીને ઓફિસના કામ કરવામાં સતત એક જેવી બેઠકમાં બેસવાથી હવે લોકોને કમર દર્દની ફરિયાદ સામે આવી રહી છે. […]

Work From Home સાથે કમરના દુઃખાવાની છે ફરિયાદ? અજમાવી જુઓ આ ઉપાય

Follow us on

માર્ચ મહિનાથી લાગુ પડેલા લોકડાઉન અને તે પછી તબક્કાવાર થયેલા અનલોક બાદ પણ હજી દેશમાં કોરોનાનો કહેર ઓછો થયો નથી. હજી પણ કેટલીક કોર્પોરેટ ઓફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન આપવામાં આવ્યું છે પણ ઘરે બેસીને ઓફિસના કામ કરવામાં સતત એક જેવી બેઠકમાં બેસવાથી હવે લોકોને કમર દર્દની ફરિયાદ સામે આવી રહી છે. એક જ રીતે લાંબા સમયથી બેસી રહેવાથી લાંબા ગાળે કમરના દુઃખાવાની ફરિયાદો થઈ શકે છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓફિસ વર્કમાં કેટલીક વખત મિટિંગ અને વર્ક લોડના કારણે લોકો કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસી રહે છે. જેના કારણે માંસપેશીઓમાં દર્દ ઉભું થાય છે. આ પીઠ દર્દ ક્યારેક ન્યુરોલોજીકલ લક્ષણો સાથે પણ સંબંધિત હોય છે. ખુરશી કે સોફા પર બેસતી વખતે જો તમે સીટીંગનું ધ્યાન ન રાખો તો આ સમસ્યા ગંભીર થઈ શકે છે. લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરતી વખતે કરોડરજ્જુ પર સૌથી વધારે દબાણ આવે છે. જેનાથી માંસપેશીઓમાં ખેંચાણ થાય છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું છે ઉપાય?

1. વર્ક ફ્રોમ હોમ કરતી વખતે એક ખુરશી પર બેઠા હોવ તો પીઠ પાછળ ઓશીકું રાખો. ગરમ પાણીની થેલી પણ રાખી શકાય છે. જેથી કમર દર્દમાં રાહત મળે છે.

2. ગરમ પાણીમાં નીલગીરી તેલના ટીપાં નાંખીને તેનાથી નાહવાથી આખા શરીરના દર્દને છુટકારો મળે છે.

3. ગરમ દૂધમાં ચપટી હળદર અને મધ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી દર્દની સાથે શરદી ખાંસીમાં પણ છુટકારો મળે છે.
નારિયેળ તેલ અને કપૂરના મિશ્રણની માલિશ કરવાથી રાહત મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 3:40 pm, Fri, 4 September 20

Next Article