વેક્સિંગ કર્યા બાદ હાથ પગ પર થઈ જાય છે સ્કિન પ્રોબ્લેમ્સ, તો કરો આ ઉપાય

વેક્સિંગ કરતી વખતે ક્યારેક દુઃખે છે. પણ આ દર્દ થોડા સમયમાં જ જતું પણ રહે છે. ત્યાં જ કેટલીક યુવતીઓને વેક્સિંગ કર્યા પછી શરીરે દાણા અને ખંજવાળ જેવી સમસ્યા થાય છે. આ ફોલ્લીઓ વેક્સિંગ દરમ્યાન વાળ ખેંચવાથી અને છિદ્રો ખુલવાના કારણે થાય છે. છિદ્રો ખુલવાથી તેમાં બેક્ટેરિયા આવી જાય છે અને ફોલ્લીઓ થાય છે. તેના […]

વેક્સિંગ કર્યા બાદ હાથ પગ પર થઈ જાય છે સ્કિન પ્રોબ્લેમ્સ, તો કરો આ ઉપાય
| Edited By: | Updated on: Oct 19, 2020 | 1:03 PM

વેક્સિંગ કરતી વખતે ક્યારેક દુઃખે છે. પણ આ દર્દ થોડા સમયમાં જ જતું પણ રહે છે. ત્યાં જ કેટલીક યુવતીઓને વેક્સિંગ કર્યા પછી શરીરે દાણા અને ખંજવાળ જેવી સમસ્યા થાય છે. આ ફોલ્લીઓ વેક્સિંગ દરમ્યાન વાળ ખેંચવાથી અને છિદ્રો ખુલવાના કારણે થાય છે. છિદ્રો ખુલવાથી તેમાં બેક્ટેરિયા આવી જાય છે અને ફોલ્લીઓ થાય છે.

તેના માટે ઘરેલુ ઉપચાર અમે તમને બતાવીએ છીએ. સૌથી પહેલી વાત તો એ છે કે પીરિયડ્સ દરમ્યાન વેક્સિંગ નહિ કરવું જોઈએ કારણ કે તે દરમ્યાન સ્કિન વધારે સેન્સિટિવ હોય છે. વેક્સિંગ કર્યા બાદ તરત પ્રદુષણ કે ગરમ તાપમાનવાળી જગ્યા પર ન જવું જોઈએ.

1). વેક્સિંગ કર્યા બાદ તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી બળતરા અને સોજો ઓછો થાય છે. જેલને સ્કિન પર આખી રાત રહેવા દો. અને સવારે તેને પાણીથી ધોઈ નાંખો.

2). અડધો કપ જૈતુનનું તેલ અથકે નારિયેળ તેલની સાથે અડધો કપ ખાંડ ભેળવો. અને આ મિશ્રણને સ્કિન પર લગાવો અને ધીરે ધીરે સ્ક્રબ કરો.

3). વેક્સિંગ પછી ફોલ્લીઓથી બચવા લીંબુનો રસ, નારિયેળ તેલ અથવા ટી ટ્રી ઓઇલ લગાવવું જોઈએ. જો ખંજવાળ આવે તો બેબી પાઉડર લગાવવું જોઈએ.

4). વેક્સિંગ પછી ખંજવાળ આવે તો નખથી ખંજવાળવાને બદલે સ્કિનને કોઈ મુલાયમ કપડાંથી ખંજવાળવું જોઈએ.

5). વેક્સિંગ પછી જો ફોલ્લીઓ થાય તો તે જગ્યા પર થોડીવાર બરફ ઘસો. આવું ત્યાં સુધી કરો જ્યાં સુધી ફોલ્લીઓ ઓછી ન થાય.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને સ્કીન સ્પેશ્યાલીસ્ટની સલાહ લેવી પણ જરૂરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો