બ્યુટીપાર્લરમાં જતાં લાગે છે કોરોનાના સંક્રમણનો ડર ? તો ચહેરાની રંગત વધારવા ઘરે બેઠાં અજમાવો આ ઘરેલુ નુસખા

|

Dec 11, 2020 | 8:46 PM

હમણાં કોરોનાની મહામારી ચાલી રહીં છે અને ચારે બાજુ કોરોનાના સંક્રમણનો ડર બધાને સતાવી રહ્યો છે. આ ડરથી મહિલાઓની વાત કરીએ તો તેઓ પણ પાર્લરમાં જતાં ડરી રહીં છે. બ્યુટીપાર્લરમાં મહિલાઓની અવરજવર વચ્ચે બ્યુટીશયનના સંપર્કમાં આવવાથી ક્યાંક કોરોનાનો ચેપ ઘરે ન આવી જાય તે ડર દરેક યુવતી અને મહિલાઓને સતાવે છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે […]

બ્યુટીપાર્લરમાં જતાં લાગે છે કોરોનાના સંક્રમણનો ડર ? તો ચહેરાની રંગત વધારવા ઘરે બેઠાં અજમાવો આ ઘરેલુ નુસખા

Follow us on

હમણાં કોરોનાની મહામારી ચાલી રહીં છે અને ચારે બાજુ કોરોનાના સંક્રમણનો ડર બધાને સતાવી રહ્યો છે. આ ડરથી મહિલાઓની વાત કરીએ તો તેઓ પણ પાર્લરમાં જતાં ડરી રહીં છે. બ્યુટીપાર્લરમાં મહિલાઓની અવરજવર વચ્ચે બ્યુટીશયનના સંપર્કમાં આવવાથી ક્યાંક કોરોનાનો ચેપ ઘરે ન આવી જાય તે ડર દરેક યુવતી અને મહિલાઓને સતાવે છે.

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેનો ચહેરો કાયમ સુંદર દેખાય. પણ હાલ બ્યુટીપાર્લરની મુલાકાત લેવાના બદલે કે બહાર મળતા કેમિકલયુક્ત પ્રોડક્ટ વાપરવાને બદલે અમે તમને જણાવીશું એવા ઘરેલુ નુસખા જે તમારા ચહેરાનો નિખાર બદલી શકે છે. ચહેરાને સુંદર બનાવવા માટે તમારે ચહેરા ઉપર એક ખાસ પ્રકારની પેસ્ટ લગાવવાની જરૂર પડે છે. જેના માટે તેની અંદર તમારે ત્રણ સામગ્રીની જરૂર પડશે. જેમાં મુખ્યત્વે હળદર, ચણાનો લોટ અને એલોવેરા જેલ નો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુને એક વાટકાની અંદર લઇ એક પેસ્ટ તૈયાર કરવાની છે. સૌપ્રથમ એક વાડકીની અંદર એક ચમચી જેટલી હળદર એક ચમચી જેટલો ચણાનો લોટ અને ત્યારબાદ તેની અંદર તેટલી જ માત્રામાં એલોવેરા જેલ મેળવી તે બધી વસ્તુઓને એકબીજા સાથે બરાબર ભેળવી લો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે આ મિશ્રણને તમારા ચહેરા ઉપર બરાબર રીતે લગાવી લો અને તેને તમારા ચહેરા ઉપર અંદાજે 30 થી 40 મિનિટ સુધી રહેવા દો. અને જ્યારે આ બધી જ પેસ્ટ તમારા ચહેરા ઉપર બરાબર સુકાઈ જાય ત્યારબાદ તેને સાફ અને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં બે વખત આ રીતે તમારા ચહેરા ઉપર પેસ્ટ લગાવવામાં આવે તો તેના કારણે તમારા ચહેરા ઉપર રહેલી વધારાની ગંદકી દૂર થઈ જશે. તમારા ચહેરા ઉપર રહેલા વધારાના મૃત કોષો દૂર થઈ જશે અને તમારી ત્વચા ખૂબ સુંદર તથા ચમકીલી બની જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:15 am, Sun, 6 September 20

Next Article