તીખા સ્વાદની સાથે ગજબનો હિલિંગ પાવર ધરાવે છે લાલ મરચાં

લાલ મરચું ફક્ત તમારા ભોજનમાં તીખો સ્વાદ નથી વધારતી પણ તે તમારા આરોગ્ય સાથે જોડાયેલી કેટલીક આપાતકાલીન સ્થિતિમાં પણ ખુબ જ પ્રભાવશાળી છે.લાલ મરચાના ફાયદા તમારા પણ ક્યારેક કામ આવી શકે છે.જેને જરૂર જાણો. લાલ મરચાનો એક મોટો ફાયદો એ છે કે તે ત્વચા પર કોઈ ઈજા અથવા તો કોઈ બીજા કારણથી લોહી વહેતું નથી […]

તીખા સ્વાદની સાથે ગજબનો હિલિંગ પાવર ધરાવે છે લાલ મરચાં
| Edited By: | Updated on: Oct 27, 2020 | 7:42 PM

લાલ મરચું ફક્ત તમારા ભોજનમાં તીખો સ્વાદ નથી વધારતી પણ તે તમારા આરોગ્ય સાથે જોડાયેલી કેટલીક આપાતકાલીન સ્થિતિમાં પણ ખુબ જ પ્રભાવશાળી છે.લાલ મરચાના ફાયદા તમારા પણ ક્યારેક કામ આવી શકે છે.જેને જરૂર જાણો.

લાલ મરચાનો એક મોટો ફાયદો એ છે કે તે ત્વચા પર કોઈ ઈજા અથવા તો કોઈ બીજા કારણથી લોહી વહેતું નથી અટકતું. તો ફક્ત એક ચપટી લાલ મરચું લગાવવાથી લોહી વહેતું બંધ થઈ જાય છે. લાલ મરચામાં હીલિંગ પાવર ના કારણે આવું થાય છે. જો કે આવું કરવાથી તમને જલન અથવા તો તકલીફ થઈ શકે છે પણ તે વહેતા લોહીને રોકવા માટે સૌથી સારો વિકલ્પ છે.

શરીરના અંદરના ભાગમાં લાગેલી ઇજા અથવા તો લોહીના વહેવા પર લાલ મરચાનો પ્રયોગ કરી શકાય છે. જરા અમથું લાલ મરચું પાણીમાં ઘોળીને પીવાથી તે ફાયદાકારક સાબિત થશે. ગરદનની અકડન માટે પણ તે ફાયદાકારક છે. જો કોઈપણ પ્રકારની જલન, કમર અથવા અથવા તો શરીરના કોઈપણ ભાગમાં થનારા દર્દ માટે પણ લાલ મરચાનો પ્રયોગ કરી શકાય છે. તેમાં રહેલા વિટામિન સી, પોટેશિયમ, ફ્લેવનોઈડ્સ અને મેગેનીઝ લાભદાયક છે.

 

જો તમારી નાક બંધ થઈ ગઈ છે અથવા તો શરદીના કારણે નાક વધુ વહે છે તો લાલ મરચાં તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. જરાક અમથા લાલ મરચાંને પાણી સાથે ઘોળીને પીવાથી તમારી વહેતી નાક બંધ થઈ શકે છે અને વહેતુ નાક બંધ પણ થઈ શકે છે.

દળેલું લાલ મરચું રક્તવાહિનીઓમાં રક્તના ગઠ્ઠા બનવાથી રોકે છે, અને તેના સેવનથી હાર્ટ એટેકની સંભાવનાઓ ઓછી રહે છે, આ ઉપરાંત તે વિષાક્ત તત્વોને બહાર કાઢવાની સાથે આંતરડાની કાર્યપ્રણાલીને પણ સારી બનાવે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો