ઝડપથી વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો,જાણો શું કારણ છે અને લક્ષણ ?

|

Oct 13, 2020 | 8:45 AM

હૃદય સુધી લોહી પહોંચાડનારી લોહીની નસોમાં બ્લોકેજ થવાથી હાર્ટ એટેક થાય છે. તે બ્લોકેજ મોટાભાગે ફેટ, કોલેસ્ટ્રોલ અને બીજા પદાર્થોને કારણે થાય છે. વધતી ઉંમર અને અને આનુવંશિક કારણોથી થનારા હાર્ટ એટેકને રોકવું મુશ્કેલ છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે રહેલું હોય છે. પણ કેટલાક ઉપાયોને અજમાવીને આપણે હાર્ટએટેકનું જોખમ ઓછું કરી શકીએ […]

ઝડપથી વધી રહ્યો છે હાર્ટ એટેકનો ખતરો,જાણો શું કારણ છે અને લક્ષણ ?

Follow us on

હૃદય સુધી લોહી પહોંચાડનારી લોહીની નસોમાં બ્લોકેજ થવાથી હાર્ટ એટેક થાય છે. તે બ્લોકેજ મોટાભાગે ફેટ, કોલેસ્ટ્રોલ અને બીજા પદાર્થોને કારણે થાય છે. વધતી ઉંમર અને અને આનુવંશિક કારણોથી થનારા હાર્ટ એટેકને રોકવું મુશ્કેલ છે. મહિલાઓની સરખામણીમાં પુરુષોને હાર્ટ એટેકનું જોખમ વધારે રહેલું હોય છે. પણ કેટલાક ઉપાયોને અજમાવીને આપણે હાર્ટએટેકનું જોખમ ઓછું કરી શકીએ છીએ. સાથે જ એ પણ જરૂરી છે કે હાર્ટ એટેકના લક્ષણને જાણી લઈએ જેથી આ ઘાતક બીમારીથી બચી શકાય.

છાતીમાં આજુબાજુ બેચેની, ભારેપણું અને દુઃખાવો થાય છે. શરીરના ઉપરના ભાગ જેમ કે હાથ, પેટ, ગળામાં પણ દુઃખાવાની ફરિયાદ થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

શ્વાસ નહિ લઈ શકવું, પરસેવો થવો, ગભરામણ થવી, માથાના દુઃખાવા સાથે ઉલટી થવી એ પણ હાર્ટ એટેકના લક્ષણ હોય શકે છે.

હાર્ટ એટેકના રિસ્કને કેવી રીતે ઓછો કરશો ?
–ડાયેટનું વિશેષ ધ્યાન રાખો. અને પોતાના ભોજનમાં સંતુલિત અને પૌષ્ટિક આહારનો સમાવેશ કરો. વિટામિન અને મિનરલ્સની આપણા શરીરમાં ખૂબ જરૂરિયાત હોય છે. જેથી ભોજનમાં તેનો સમાવેશ જરુર કરો.

જો તમે દારૂનું સેવન કરતા હોવ તો તેની માત્રા ઓછી કરો. અથવા તેને છોડી દો. તે જ પ્રમાણે ધૂમ્રપાનની આદત પણ છોડી દો.

જો તમને હાઈ બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો તેને નિયંત્રણમાં રાખો. ખાણીપીણી, કસરત, વજન નિયંત્રિત કરીને તેના પર કંટ્રોલ મેળવી શકાય છે.

જો તમે કોઈ ડિપ્રેશન કે સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા હોવ તો તે તમારા હૃદય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓને પણ હાર્ટ એટેકનું જોખમ વધારે હોય છે. જેની સુગર લેવલ નિયંત્રણમાં રાખો અને ડાયેટની સાથે દવાનું પણ ધ્યાન રાખો.

Next Article