શું તમને ભૂખ નથી લાગતી અને સમયસર જમવાની ઈચ્છા નથી થતી? તો આ લેખ ખાસ વાંચો કેમકે તમે સપડાઈ શકો છે ગંભીર બીમારીમાં, જાણો શું છે કારણ અને ઉપાય

શું તમે પણ એ લોકોમાં સામેલ છો જેને સમય પર ભૂખ નથી લાગતી ? ભૂખ નહિ લાગવી એ એક ગંભીર સમસ્યા છે. જેના ઘાતક પરિણામો પણ આવી શકે છે. ભૂખ નહિ લાગવાથી વ્યક્તિ ઓછું ખાય છે અને તેના શરીરને સંપૂર્ણ પોષણ મળતું બંધ થઈ જાય છે. વિશેષ કરીને વધારે વ્યસ્ત રહેતા લોકોમાં આ સમસ્યા જોવા […]

શું તમને ભૂખ નથી લાગતી અને સમયસર જમવાની ઈચ્છા નથી થતી? તો આ લેખ ખાસ વાંચો કેમકે તમે સપડાઈ શકો છે ગંભીર બીમારીમાં, જાણો શું છે કારણ અને ઉપાય
| Edited By: | Updated on: Jan 18, 2021 | 12:08 PM

શું તમે પણ એ લોકોમાં સામેલ છો જેને સમય પર ભૂખ નથી લાગતી ? ભૂખ નહિ લાગવી એ એક ગંભીર સમસ્યા છે. જેના ઘાતક પરિણામો પણ આવી શકે છે. ભૂખ નહિ લાગવાથી વ્યક્તિ ઓછું ખાય છે અને તેના શરીરને સંપૂર્ણ પોષણ મળતું બંધ થઈ જાય છે. વિશેષ કરીને વધારે વ્યસ્ત રહેતા લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. ભૂખ નહિ લાગવાના કારણે શરીરમાં ઘણી બીમારીઓ ઘર કરી જાય છે જેથી આ સમસ્યાને જરાય હળવાશમાં લેવી નહિ જોઈએ.

ભૂખ નહિ લાગવાના કારણો :
1). ડિપ્રેશન
2). હોર્મોનલ અસંતુલન
3). બીજી કોઈ ગંભીર બીમારી
4). અન્ય કારણો

ભૂખ વધારવા માટેના ઉપાયો :

1). એક ચમચી અજમો ફાંકી લો અને એક ગ્લાસ હૂંફાળું પાણી પી લો. આવું દિવસમાં એકવાર કરો. અજમો ભૂખને વધારવાનું કામ કરે છે.
2). ધાણા અને આદુના પાઉડરને સરખા પ્રમાણમાં મિક્ષ કરીને પાણીમાં ભેળવો. હવે જ્યાં સુધી પાણી ઉકળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી ગરમ કરો. પછી તેને ઠંડુ કરીને ચાની જેમ પીઓ.
3). 10 ગ્રામ આમલીને થોડા કલાક માટે પાણીમાં પલાળી રાખો. એ પાણીમાં સ્વાદ માટે મીઠું અને કાળું મરચું મિક્ષ કરો અને પછી એ પાણીને ગાળીને પી જાઓ.
4).કોથમીરના જ્યૂસને સવારે ખાલી પેટે પીવાથી પણ ભૂખમાં વધારો થાય છે.
5). દાડમના જ્યુસ અને મધને મિક્સ કરીને પીવું જોઈએ. આંબળાનો રસ પણ ભૂખ જગાડવા ઉપયોગી સાબિત થાય છે.
6). એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક લીંબુ નીચોવીને પીવાથી પણ ફાયદો થાય છે.
7). બે ત્રણ ઈલાયચી, એક આદુનો ટુકડો, બે ત્રણ લવિંગ, અડધી ચમચી ધાણાને મિક્સરમાં મિક્સ કરો અને પછી તેમાં હૂંફાળું પાણી નાંખી પીવાથી ભૂખ લાગે છે.
8). 1 ચમચી વરિયાળી અને મેથીના દાણા લઈને તેને થોડીવાર ઉકાળો, સ્વાદ માટે અડધી ચમચી મધ ઉમેરો, હવે તેને ગાળીને પી શકો છો.
9). ભૂખ વધારવા તમે યોગાસન કરી શકો છો. જમતી વખતે ટીવી કે બીજી વસ્તુઓ પર ધ્યાન નહિ આપવું જોઈએ.
10). સમય પર ભોજન કરવાનું રાખો. સવારનો નાસ્તો ભારે, બપોરે નાસ્તા જેવું અને રાત્રે એકદમ હળવું ભોજન લો. જંક ફૂડથી દૂર રહો અને લીલા શાકભાજી વધારે ખાઓ.

નોંધ- આ સિવાય પણ ડાયેટ તજજ્ઞની સલાહ ખાસ લઈ લેવી, તસવીરો પ્રતિકાત્મક છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 5:59 pm, Tue, 22 September 20