શું તમને પણ બીજાની જેમ બ્રેડ સૌથી વધારે ભાવે છે? તો એક વાર આ લેખ ખાસ વાંચી જજો, આફતમાંથી ઉગરી જશો

|

Sep 15, 2020 | 1:52 PM

આજના ફાસ્ટ ફૂડના જમાનામાં સૌથી વધુ ખવાતી વસ્તુ કોઈ હોય તો તે બ્રેડ છે. પીઝા, બર્ગર, વડાપાઉં આ બધી વસ્તુમાં બ્રેડનો ઉપયોગ થાય છે. અને આજના બાળકો તેમજ યુવા વર્ગને સૌથી વધુ પ્રિય ફાસ્ટ ફૂડ આ વસ્તુઓ જ છે. પણ આ વસ્તુનો અતિરેક ક્યારેક આપણા શરીરને મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે. બ્રેડ એ મેંદામાંથી […]

શું તમને પણ બીજાની જેમ બ્રેડ સૌથી વધારે ભાવે છે? તો એક વાર આ લેખ ખાસ વાંચી જજો, આફતમાંથી ઉગરી જશો
https://tv9gujarati.com/health-tv9-stories/shu-tamne-pan-bi…aathi-ugri-jasho-159862.html ‎

Follow us on

આજના ફાસ્ટ ફૂડના જમાનામાં સૌથી વધુ ખવાતી વસ્તુ કોઈ હોય તો તે બ્રેડ છે. પીઝા, બર્ગર, વડાપાઉં આ બધી વસ્તુમાં બ્રેડનો ઉપયોગ થાય છે. અને આજના બાળકો તેમજ યુવા વર્ગને સૌથી વધુ પ્રિય ફાસ્ટ ફૂડ આ વસ્તુઓ જ છે. પણ આ વસ્તુનો અતિરેક ક્યારેક આપણા શરીરને મોટું નુકસાન પણ પહોંચાડી શકે છે.

બ્રેડ એ મેંદામાંથી બનાવવામાં આવે છે. અને બધા જ લોટ કરતા મેંદો આપણા શરીરને નુકશાનકર્તા છે. આપણામાંથી દરેક વ્યક્તિએ સવારે ચા સાથે બ્રેકફાસ્ટમાં બ્રેડ બટર કે રોસ્ટેટ બ્રેડ કે બ્રેડ જામ લેવાનું પસંદ કરે છે. પણ જરૂર કરતાં વધુ બ્રેડનો ઉપયોગ કઇ રીતે હાનિકારક છે તે તમને જણાવીએ.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

જો તમે પણ વારંવાર બ્રેડની આ વાનગીઓ ખાતા હશો તો અટકી જજો. તેના નુકશાન વિશે જાણશો તો બીજી વાર બ્રેડ ખાતા પહેલા 10 વાર વિચાર કરશો.

1) જરૂર કરતા વધુ માત્રામાં બ્રેડનું સેવન કરવાના કારણે લોકોને કબજિયાતની સમસ્યા ઉત્પન્ન થાય છે. જે ધીમે ધીમે આગળ જતાં અલ્સર જેવી સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.

2) બ્રેડ ની અંદર નુકસાનકારક સોડિયમ હોય છે. જે તમારા શરીરના બ્લડ પ્રેશરને વધારી દે છે. જે આગળ જતા હદયની અને પ્રકારની બીમારીઓ ઉત્પન્ન કરે છે.

3) વધુ માત્રા ની અંદર નું સેવન કરવાના કારણે તમારા લીવર ઉપર તેની ખરાબ અસર થાય છે. જે આગળ જતાં તમારા પાચનતંત્રને પણ નુકસાનકારક સાબિત થાય છે. બ્રેડને પચાવવા માટે લીવરને વધુ કાર્ય કરવાની જરૂર પડે છે જે લિવરને ડેમેજ પહોંચાડે છે.

4) અન્ય તત્વોની સરખામણીમાં બ્રેડ ની અંદર ખૂબ જ નહિવત માત્રામાં પોષક તત્વો હોય છે. બ્રેડ નું સેવન કરવાના કારણે આપણા શરીરને કોઈપણ પ્રકારના પોષક તત્વો મળતા નથી. અને આથી જ હંમેશાને માટે બ્રેડના સેવનથી દૂર રહેવું જોઈએ.

5) જો તમે યોગ્ય રીતે નોટિસ કર્યું હોય તો બ્રેડ ખાધા પછી તમારી ભૂખ શાંત થતી નથી. કેમ કે, બ્રેડ ની અંદર કોઈપણ પ્રકારના પોષક તત્વો હોતા નથી. જે તમારા પેટની ભુખ ને શાંત કરે આથી જ્યારે બ્રેડ નું સેવન કરવામાં આવે છે. ત્યારબાદ તે શરીરની અંદર થોડીવારમાં પચતી નથી, અને આપણને ભૂખ લાગવાના કારણે આપણે વધુ વસ્તુઓ ખાતા હોઈએ છીએ. જે પેટની અને પ્રકારની બીમારીઓને નોતરે છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article