સામાન્ય તાપમાનમાં પણ હથેળીમાં પરસેવો થાય છે? આ બીમારીના હોઈ શકે છે સંકેત

ગરમીની સીઝનમાં શરીરે પરસેવો આવે એ સામાન્ય વાત છે. કોઈને નાક પર તો કોઈને કપાળ પર પરસેવો આવે છે. કેટલાક લોકો પરસેવો આવવાને સારી વાત ગણે છે પણ કેટલાંક લોકોને હથેળી પર પરસેવો આવે છે જેને તેઓ નજરઅંદાજ કરી દે છે. પણ હાથ પગ પર સામાન્ય ટેમ્પરેચરમાં પણ પરસેવો આવવો ચિંતાનું કારણ હોય શકે છે. […]

સામાન્ય તાપમાનમાં પણ હથેળીમાં પરસેવો થાય છે? આ બીમારીના હોઈ શકે છે સંકેત
| Edited By: | Updated on: Oct 19, 2020 | 1:40 PM

ગરમીની સીઝનમાં શરીરે પરસેવો આવે એ સામાન્ય વાત છે. કોઈને નાક પર તો કોઈને કપાળ પર પરસેવો આવે છે. કેટલાક લોકો પરસેવો આવવાને સારી વાત ગણે છે પણ કેટલાંક લોકોને હથેળી પર પરસેવો આવે છે જેને તેઓ નજરઅંદાજ કરી દે છે. પણ હાથ પગ પર સામાન્ય ટેમ્પરેચરમાં પણ પરસેવો આવવો ચિંતાનું કારણ હોય શકે છે. આ સમસ્યા હાઇપરહાઇડ્રોસિસ બીમારી હોય શકે છે.

શું છે હાઇપરહાઇડ્રોસિસ બીમારી ?
વધારે ગરમી હોય ત્યારે પરસેવો થવો સામાન્ય છે. પણ નોર્મલ તાપમાનમાં પણ જયારે તમને હાથ પગમાં પરસેવો થાય તો તમારે તમારા આરોગ્ય માટે એલર્ટ થઈ જવું જોઈએ. હાઇપરહાઇડ્રોસિસ બીમારી બે પ્રકારની હોય છે. પ્રાયમરી અને સેકેન્ડરી. પ્રાયમરી હાઇપરહાઇડ્રોસિસ બીમારીમાં હાથ પગમાંથી પરસેવો નીકળતો રહે છે.

જ્યારે સેકન્ડરી હાઈપરહાઇડ્રોસીસ ના લીધે લોકો અસંખ્ય બિમારીઓની ઝપેટમાં આવી શકે છે. અને આ જ કારણથી હાથ પગમાંથી પરસેવો નીકળે છે. સેકન્ડરી હાઈપરહાઇડ્રોસીસ ખતરનાક હોઇ શકે છે. તેના કારણે પીડિત લોકોના શરીરમાં પરસેવાની ગ્રંથિ
ઓવર એક્ટીવ થઈ જાય છે અને આ જ કારણથી તેમના શરીરમાં પરસેવો વધારે માત્રામાં નીકળે છે.

સેકન્ડરી હાઇપરહાઇડ્રોસીસમાં હાઈ બીપી, લો બીપી, હાઇપર થાઇરોઇડિઝમ જેવી અસંખ્ય બીમારીને આમંત્રણ આપે છે. તેમાં ઠંડી અથવા વગર ગભરામણ અને તણાવના લીધે પણ પરસેવો આવે છે. આ બીમારીમાં હથેળી અને પગનાં તળિયા સિવાય ચહેરા અને હાથ પર પણ પરસેવો આવે છે.

કેવી રીતે કરશો ઘરેલુ ઉપાય ?

હાથ પર વધારે પરસેવો ની આવે તેના માટે કેટલાક ઘરેલું ઉપચાર કરી શકાય છે. ભોજનમાં અધિક મસાલો ખાવાથી પણ હાથમાં પરસેવો આવી શકે છે. તેવામાં જરૂરી છે કે લસણ અને બાકી મસાલાનો ઉપયોગ સીમિત માત્રામાં જ કરો.હાથમાં પરસેવો સુકાવવા માટે એક તપેલી પાણીમાં ચારથી પાંચ ટી બેગ નાખો હવે તમારા હાથ તે પાણીમાં રાખવો.આવું નિયમિત કરવાથી પરસેવો ઓછો થઈ જશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો