Poha Benefits: સવારે-સવારે પૌઆ ખાવાથી થાય છે અઢળક ફાયદા, વાંચીને તમે પણ શરૂ કરશો પૌઆ ખાવાનું

|

Mar 17, 2021 | 4:34 PM

જોરદાર ભૂખ લાગી હોય ત્યારે સૌથી પહેલા વિચાર આવે તો તે છે પૌઆ. (Poha) પૌઆ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા સિવાય જોરદાર ભૂખમાં પણ પૌઆ બેસ્ટ વિકલ્પ છે. પૌઆ (Poha) ખાવાથી અઢળક ફાયદા પણ થાય છે. આવો જાણીએ પૌઆના ફાયદા.

Poha Benefits: સવારે-સવારે પૌઆ ખાવાથી થાય છે અઢળક ફાયદા, વાંચીને તમે પણ શરૂ કરશો પૌઆ ખાવાનું

Follow us on

Poha Benefits: જોરદાર ભૂખ લાગી હોય ત્યારે સૌથી પહેલા વિચાર આવે તો તે છે પૌઆ. (Poha) પૌઆ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા સિવાય જોરદાર ભૂખમાં પણ પૌઆ બેસ્ટ વિકલ્પ છે. પૌઆ (Poha) ખાવાથી અઢળક ફાયદા પણ થાય છે. આવો જાણીએ પૌઆના ફાયદા.

પૌઆ દિવસની શરૂઆત માટે એક સ્વાદિષ્ટ અને સ્વસ્થ વિકલ્પ છે. પૌઆમાં હાજર કાર્બોહાઇડ્રેટ શરીરને પૂરતી શક્તિ આપે છે અને લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થવા દેતું. કાર્બોહાઇડ્રેટ્સના અભાવને લીધે વ્યક્તિને થાક અને સારી ઉર્જાનો અહેસાસ રહે છે. પૌઆનું સેવન તમારી સમસ્યાને દૂર કરી શકે છે.

બોડીને શેપમાં રાખવા માટે પૌઆનું સેવન ખૂબ ફાયદાકારક છે. પૌઆમાં ખૂબ ઓછી માત્રામાં કેલરી હોય છે પરંતુ તે પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. જો તમે નાસ્તામાં પૌઆ ખાઈને તમારા દિવસની શરૂઆત કરો છો, તો તે તમારા શરીરને શેપમાં રાખવા અને જાડિયાપણું દુર રાખવામાં મદદ કરી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પૌઆ ફાઇબરયુક્ત લાઇટ ફૂડ હોવાને કારણે પાચનની સમસ્યાઓ દૂર કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. તે શરીરમાં પહોંચે છે અને ધીરે ધીરે પાચન કરે છે અને લાંબા સમય સુધી શરીરમાં ઉર્જા તરીકે કામ કરે છે. આટલું જ નહીં પૌઆ આંતરડા સહિતની પાચક શક્તિને સાફ કરવામાં પણ મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓએ કંઈપણ ખાતા પહેલા વિચારવું જોઇએ કે થાળીમાં રાખેલા ખોરાકથી તેની ખાંડનું પ્રમાણ વધતું નથી. આ સ્થિતિમાં પૌઆ એક એવો નાસ્તો છે જેને તમે કંઇ પણ વિચાર્યા વિના જ ખાઈ શકો છો. પૌઆ બનાવતી વખતે ઓછું તેલ અને લીલા શાકભાજીનો વધુ ઉપયોગ કરો. પૌઆમાં સૌથી વધુ ફાઇબરનું પ્રમાણ છે. જેના કારણે તે લોહીમાં ખાંડની માત્રા નિયંત્રિત કરવામાં મદદગાર છે. પૌઆ નિયમિતપણે ખાવાથી શરીરમાં બ્લડ સુગરના અચાનક વધતા સ્તરને રોકે છે.

સંશોધનમાં ખબર પડી છે કે, પૌઆમાં રહેલા પોષક તત્ત્વો અને ખનિજો તમારા હાડકાંને સ્વસ્થ અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ માટે તમે પૌઆ સાથે દહીંનું નિયમિત સેવન કરી શકો છો.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને એનિમિયા અથવા લોહીની કમી થઈ શકે છે. પૌઆમાં આયર્નની માત્રા વધારે હોય છે. તેથી તે શરીરમાં લોહીના કોષોના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના ડાયેટીશ્યન કે આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 4:33 pm, Wed, 17 March 21

Next Article