કિડની, ડાયાબિટીસ, હાઈ બીપીના દર્દીઓએ ઉપવાસમાં શું ખાવું અને શું ન ખાવું ? વાંચો આ લેખ

|

Oct 16, 2020 | 10:44 AM

નવરાત્રીમાં લોકો વ્રત ઉપવાસ જરૂર રાખશે. ડાયાબીટીસ, કિડનીના રોગ, માઈગ્રેન અને બ્લડપ્રેશર અત્યારે સામાન્ય સમસ્યા છે. આ બીમારીઓના દર્દીઓને વ્રત ઉપવાસ દરમ્યાન ડાયેટનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. ડાયેટિશયન તમને જણાવશે પેશન્ટશે ઉપવાસ દરમ્યાન શું ખાવું શું એવોઇડ કરવું ? Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web […]

કિડની, ડાયાબિટીસ, હાઈ બીપીના દર્દીઓએ ઉપવાસમાં શું ખાવું અને શું ન ખાવું ? વાંચો આ લેખ

Follow us on

નવરાત્રીમાં લોકો વ્રત ઉપવાસ જરૂર રાખશે. ડાયાબીટીસ, કિડનીના રોગ, માઈગ્રેન અને બ્લડપ્રેશર અત્યારે સામાન્ય સમસ્યા છે. આ બીમારીઓના દર્દીઓને વ્રત ઉપવાસ દરમ્યાન ડાયેટનું વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. ડાયેટિશયન તમને જણાવશે પેશન્ટશે ઉપવાસ દરમ્યાન શું ખાવું શું એવોઇડ કરવું ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

1). ડાયાબીટીસના દર્દીઓ : ડાયાબિટીસના દર્દીઓએ બને ત્યાં સુધી ઉપવાસ ન કરવા જોઈએ. કારણ કે વ્રત રાખવાથી તેમનું બ્લડ સુગર ઓછું થઈ જાય છે. અને એકવાર ખાવાનું ખાય છે ત્યારે સુગર વધી જાય છે. તેમણે વ્રતમાં પાંચથી છ વાર ખાતા રહેવું જોઈએ. ફ્રુટ જ્યુસ નહિ પણ સફરજન, દહીં, છાશ, નારિયેળ પાણી, સલાડમાં કાકડી, ટામેટા, ગાજર ખાવા જોઈએ. રાજગરા અને કોળામાંથી બનેલી વસ્તુ ખાવી જોઈએ. સાબુદાણા અને બટાકા બિલકુલ ન ખાવા જોઈએ.

2). કિડનીના દર્દી : આ દર્દીઓએ જ્યુસ અને નારિયેળ પાણી ન પીવું. છાશ, શરબત અને દૂધ લઈ શકે છે. ડોક્ટરે લિકવિડ જેટલી માત્રામાં લેવાનું સૂચન કર્યું હોય તેટલું જ લેવું. ફળમાં માત્ર સફરજન અને પપૈયું સીમિત માત્રામાં ખાવું. ડ્રાયફ્રુટ ન ખાવા. સાબુદાણાની ખીચડી, વડા, ખીર ખાઈ શકાય છે. દહીં, બટાકા, પનીર ખાઈ શકો છો.

3). હાઈ બ્લડપ્રેશર : મીઠું વધારે ન લેવું. લિકવિડ વધારે લેવું. તળેલી વસ્તુને બદલે બાફેલી અને શેકેલી વસ્તુઓ ખાવી. ઘી અને ચીકનાશવાળી વાનગી એવોઇડ કરો.

4). માઈગ્રેન : ભૂખ્યા રહેવાથી ગેસ અને એસીડીટી થાય છે. તેનાથી માથામાં દુઃખાવો થાય છે. ભૂખ્યા ન રહેવું. દિવસમાં પાંચથી છ વાર ફળ, જ્યુસ, નારીયેલ પાણી પીવું. ચા કોફીથી દૂર રહેવું.

Next Article