
પગ તમારા આરોગ્યનું પ્રતિબિંબ છે. જેથી પગમાં થનારા બદલાવ અને તકલીફને નજરઅંદાજ ન કરો. જો તમારા પગમાં લાંબા સમય સુધી ઊભા રહેવા પર દુખાવો થાય છે તો કદાચ તમારા હાડકામાં કેલ્શિયમની કમી હોઈ શકે છે અથવા તો તમારા પગમાં તમારા જરા પણ વાળ નથી તો એનો મતલબ એ થાય છે કે લોહીના સંચાનલની સ્થિતિ બરાબર નથી. જેથી પગમાં કોઈ પણ તરફ કોઈપણ જાતની તકલીફ હોય મુશ્કેલી હોય અથવા તો બદલાવ દેખાય તો તરત જ ડોકટરનો સંપર્ક કરો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હાઈપોથાઇરોઇડીઝમ અથવા તો ઓછા એક્ટીવ રહેવાના કારણે થાયરોઈડ ગ્રંથી પણ તમારા શરીરને ઘણી રીતે પ્રભાવિત કરી શકે છે. તમને હાઈપોથાઈરોઇડીઝમ કે અન્ય લક્ષણો જોવા મળે છે, જેમકે સ્કિન અને વાળનું શુષ્ક થઈ જવું, થાક લાગવો, અચાનક વજન વધવું, તેવામાં તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો.
સુજેલા દર્દ આપતા અને લાલ મોટા પંજા ખતરાની નિશાની છે. ઘણા લોકોનું માનવું છે કે તેમના મોટા પંજાને કારણ તમારા લોહીમાં યુરિક એસિડ વધી જવાના કારણે થાય છે. ખાસ કરીને વધારે માંસ ખાવાથી થાય છે. જો તમને વધારે સમય ઉભા રહેવાથી પગમાં મુશ્કેલી થાય છે તો તેના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે પૂરતું કૅલ્શિયમ નહીં મળવાના કારણે અથવા તો કોઈ ફ્રેક્ચર હોય જેની તમને ખબર નથી. જો તમને ચાલવામાં મુશ્કેલી પડતી હોય તો તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો.
જો તમારા પગ સુન્ન થઈ જાય છે તો તેના પણ ઘણાં કારણ હોઈ શકે છે. ઘણીવાર એવું થાય છે કે વધારે સમય બેસવાથી આવું થઈ શકે છે પણ કેટલીકવાર મલ્ટિપલ સ્ક્લેરોસિસ ખરાબી અથવા અન્ય મોટી બીમારી પણ હોઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)