પચવામાં હલકી અને પૌષ્ટિક શાકભાજી એટલે પરવળ, જાણો ફાયદા

|

Oct 17, 2020 | 6:46 PM

જો તમે એવી શાકભાજીની શોધમાં છો જે પચવામાં પણ હલકી હોય અને પૌષ્ટિક હોય તો એ શાકભાજી છે પરવળ. પરવળનું શાક એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં વિટામિન એ, બી1, બી2 અને વિટામિન સી આવેલા છે. પરવળમાં કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત રહેલો છે. તેની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે. પરવળની બીજી મોટી […]

પચવામાં હલકી અને પૌષ્ટિક શાકભાજી એટલે પરવળ, જાણો ફાયદા

Follow us on

જો તમે એવી શાકભાજીની શોધમાં છો જે પચવામાં પણ હલકી હોય અને પૌષ્ટિક હોય તો એ શાકભાજી છે પરવળ. પરવળનું શાક એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં વિટામિન એ, બી1, બી2 અને વિટામિન સી આવેલા છે. પરવળમાં કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત રહેલો છે. તેની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં હોય છે. પરવળની બીજી મોટી ખાસિયત એ પણ છે કે તે લાંબા સમય સુધી તાજી રહી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

પરવળ ખાવાના ફાયદા:

1). પરવળમાં એન્ટીઓક્સીડેન્ટ આવેલા છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ છે. જેથી તે વધતી ઉંમરના લક્ષણોને અટકાવે છે. તે ચહેરા પરની ઝીણી કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે.

2). પરવળ ત્વચા સંબંધિત સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. પરવળમાં રહેલા બીજ પાચન અને કબજિયાત સાથે જોડાયેલી સમસ્યા દૂર કરે છે. ડાયાબિટીસના દર્દીઓને ખાસ પરવળ ખાવાની સલાહ આપવામાં આવે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

3). પરવળ ઈમ્યુન સિસ્ટમને પણ વધારે છે. તે તાવ, શરદી ખાંસી, સ્કીન ઈન્ફેક્શન અને ઈજાઓમાં રાહત આપવાનું કામ કરે છે.

4). જો તમારા બાળકને ભૂખ નથી લાગતી તો પરવળ આ સમસ્યાને દૂર કરી શકે છે. તે પેટના કીડાને મારવામાં મદદ કરે છે.

5). પરવળમાં ભરપૂર માત્રામાં ડાયેટ્રી ફાઈબર્સ હોય છે, જે પાચન તંત્રને યોગ્ય કરવામાં મદદ કરે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article