નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી, વાંચો શું ખાશો આ દિવસ દરમિયાન

|

Oct 19, 2020 | 2:59 PM

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી છે અને તેવામાં પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર શીંગોડાના લોટ થી બનેલા લાડુનું સેવન કરી શકે છે. તે એનર્જી આપવાની સાથે સાથે ઇમ્યુનિટી મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. જોકે આ તહેવારમાં ઉપવાસમાં ભક્તિ સાથે શરીરમાં શક્તિનું પણ હોવું […]

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી, વાંચો શું ખાશો આ દિવસ દરમિયાન

Follow us on

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી છે અને તેવામાં પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર શીંગોડાના લોટ થી બનેલા લાડુનું સેવન કરી શકે છે. તે એનર્જી આપવાની સાથે સાથે ઇમ્યુનિટી મજબૂત રાખવામાં પણ મદદ કરે છે.

જોકે આ તહેવારમાં ઉપવાસમાં ભક્તિ સાથે શરીરમાં શક્તિનું પણ હોવું જરૂરી છે, કેટલીક વાર એવું જોવા મળ્યું છે કે વ્રત દરમિયાન ભક્તોમાં કમજોરી આવી જાય છે તેમાં ચક્કર આવવું અને તબિયત બગડવાનો ખતરો રહેલો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખૂબ જ ફાયદાકારક હોય છે શિંગોડાનો લોટ :
સૌથી અગત્યની વાત એ છે કે શિંગોડા ને સાત્વિક આહાર માનવામાં આવે છે. તેના લોટમાં લગભગ બધા જ જરૂરી પોષક તત્વો જોવા મળે છે, તેવામાં ઉપવાસ દરમિયાન તેના સેવનથી શરીરમાં એનર્જી મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે શિંગોડાનો લોટ કોઈ અમૃતથી ઓછું નથી. તે ઉપરાંત અસંખ્ય બીમારીઓ અને સંક્રમણથી દૂર કરવા માટે પણ કારગર સાબિત થાય છે.આયુર્વેદમાં પણ શિંગોડાના ઔષધીય  ગુણો માટે કહેવામાં આવ્યું છે.

શું છે રેસીપી ?
શીંગોડા ના લોટ ને સારી રીતે ચારણીમાં ચાળી લો. શક્ય હોય તો લોટને થોડો ગગરો રાખો. ગોળને સારી રીતે તોડી લો જેથી તેમાં ક્યાંય ગઠ્ઠા ન રહી જાય. બીજી તરફ કઢાઈને ગેસ પર ચડાવી દો અને તેમાં થોડા સૂકા મેવાને શેકી લો. હવે કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘીને ગરમ કરો. શીંગોડા ના લોટ ને શેકી લો જ્યારે તેનો રંગ બદલવા લાગે અને તેમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેમાં ગોળ ઉપરથી નાખો. તેમાં સૂંઠ, ઘી અને કાજુ બદામ પણ ભેળવો. અને ઠંડુ થાય તે પહેલાં જ અને સારી રીતે ભેળવી દો અને લાડુનો આકાર આપી દો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article