Morning Walk Benefits: શું તમે અંધારામાં મોર્નિંગ વોક કરો છો? તો આ ખાસ વાંચો

|

Mar 29, 2021 | 4:34 PM

મોર્નીગ વોક (Morning Walk) સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક છે. પરંતુ સાચા સમયે મોર્નીગ વોક (Morning Walk) કરવાથી ફાયદેમંદ છે.

Morning Walk Benefits: શું તમે અંધારામાં મોર્નિંગ વોક કરો છો? તો આ ખાસ વાંચો
મોર્નીગ વોક છે ફાયદાકારક

Follow us on

મોર્નીગ વોક (Morning Walk) સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક છે. પરંતુ સાચા સમયે મોર્નીગ વોક (Morning Walk) કરવાથી ફાયદેમંદ છે. સવારે-સવારનો તડકો શરીર માટે સારો રહે છે. શરીરને ઓક્સિજન સાથે વિટામિન ડીની પણ જરૂરત હોય છે. જો તમે તડકો નીકળ્યા બાદ અથવા તો તડકો નીકળતા સમયે મોર્નીગ વોક કરો છો તો વિટામિન ડી ભરપૂર માત્રામાં મળશે.

નોંધનીય છે કે, ઘણા લોકો સવારે અંધારામાં જ મોર્નીગ વોક કરવા નીકળી જાય છે તે વિટામિન ડીથી વંચિત રહી જાય છે. વહેલી સવારે સૂર્ય નથી હોતો જેના કારણે વિટામિન ડી અને ઓક્સિજન મળતો નથી. આ સમયે ઝાડમાંથી કાર્બન ડાયોક્સાઇડ છુટતો હોય છે.

જો તમે તમારા સ્વાસ્થ્યને ટકાવી રાખવા માંગતા હોય તો પછી જિમ જઇને તમે તમારી જાતને ફીટ રાખો તે જરૂરી નથી. જો તમે દરરોજ સવારે અડધો કલાક ખુલ્લી હવામાં ચાલવા જાઓ છો તો આ ટેવ તમને સ્વસ્થ રાખી શકે છે. વોક માટે તમારે કોઈની મદદની જરૂરત નથી. જો તમે મોર્નીગ વોક માટે જાવ છો તો ફાયદેમંદ સાબિત થાય છે. આવો જાણીએ 30 મિનિટ વોકના ફાયદા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સારી ઊંઘ આવશે
વર્ષ 2017માં કરાયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું કે 55 થી 65 વર્ષની વચ્ચેના લોકોને રાત્રે સૂવામાં મુશ્કેલી આવે છે. આ સ્થિતિમાં જે લોકોએ તેમના દૈનિક કાર્યમાં 30 મિનિટ ચાલે છે ત્યારે રાતની ઊંઘમાં ફાયદો જોવા મળશે.

હાર્ટની સમસ્યાને રાખે છે દૂર
એક સંશોધન મુજબ, જો તમે દરરોજ 30 મિનિટ ચાલો છો તો હાર્ટની સમસ્યાથી બચાવી શકે છે. જો તમે ડાયાબિટીઝના દર્દી છો તો તે તમારા બ્લડ સુગરનું લેવલ પણ બરાબર રાખે છે.

મૂડને રાખે છે સારો
જો તમે સવારે 30 મિનિટ ચાલવા જાઓ છો, તો તે તમારા શારીરિક સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ તમારો મૂડ પણ સારો રાખે છે. આ ઉપરાંત તણાવને દૂર રાખે છે અને અસ્વસ્થતાને ઘટાડે છે, થાક ઘટાડે છે અને ડિપ્રેસન અને હતાશાથી તમે બચી શકો છો.

એનર્જી બુસ્ટ કરે છે
દરરોજ જો તમે સવારે 30 મિનિટ ચાલો, તો તે દિવસભર તમારી એનર્જીને બુસ્ટ રાખે છે. એક અભ્યાસ અનુસાર, જો તમે 20 મિનિટ માટે પણ ઘરની બહાર ચાલો છો તો તમે ખુદને વધુ સ્વસ્થ મહેસુસ કરો છો. આ સ્થિતિમાં દરેકએ 30 મિનિટની આઉટડોર વોક કરવું જોઈએ.

મસલ્સ અને બોન્સ થાય છે સ્ટ્રોંગ
જો તમે દરરોજ મોર્નિંગ વોક કરો છો, તો તમારા હાડકાં અને સ્નાયુઓને તેનાથી ઘણો ફાયદો મળે છે. મોર્નીગ વોકથી સાંધાનો દુખાવાથી રાહત મળી શકે છે. આવી સ્થિતિમાં, જો તમે ઓસ્ટિયોપોરોસીસથી પીડાતા હોય અથવા તમારા શરીરમાં દુખાવાની ફરિયાદ થઈ રહી હોય, તો તમારે સવારે અડધો કલાક ચાલવા જવું જોઈએ.

વજન ઓછું કરે છે
મોર્નિંગ વોકથી તમારું વજન ઓછું રાખવા માટે પણ મહત્વપૂર્ણ છે. હેલ્થલાઇન અનુસાર, અડધા કલાક ચાલવાને કારણે 150 કેલરી બર્ન થાય છે. આ સ્થિતિમાં જો તમે ખોરાકમાં ઓછી કેલરી લો છો, તો પછી તમે સરળતાથી ચાલવાથી વજન ઘટાડી શકો છો.

બ્લડ શુગરને કરે છે કંટ્રોલ
ડાયાબિટીસના દર્દીઓ માટે મોર્નિંગ વોક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રોગ ખરેખર ખરાબ લાઇફસ્ટાઇલને કારણે થાય છે અને તેને બરાબર રાખવાનો એકમાત્ર રસ્તો છે ખોરાકની આદતો અને એક્ટિવ લાઇફસ્ટાઇલ.

આ પણ વાંચો: Tips: ઉનાળાની ઋતુમાં ચહેરાની ત્વચાથી જોડાયેલી બધી સમસ્યાને દૂર કરશે આ ઉપાય, ત્વચા પર આવી જશે ગ્લો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article