માસ્કનો ફરી વાર ઉપયોગ કરતાં પહેલાં તેને ડીસઇન્ફેકટ કરવા જરૂરી, આટલું રાખો ધ્યાન

કોરોનાવાયરસ થી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ જો તમે કોટનના કપડાથી બનેલા માસ્કનો ઉપયોગ કરતા હોવ, તો તેના ફાયદો એ છે કે તેનો ઉપયોગ તમે વારંવાર કરી શકો છો. બસ તમારે તેની સફાઈનું પૂરું ધ્યાન રાખવું જરૂરી છે.   કેવી રીતે તમે તમારા માસ્કને સાફ કરીને ફરી ઉપયોગમાં […]

માસ્કનો ફરી વાર ઉપયોગ કરતાં પહેલાં તેને ડીસઇન્ફેકટ કરવા જરૂરી, આટલું રાખો ધ્યાન
| Edited By: | Updated on: Oct 22, 2020 | 11:33 AM

કોરોનાવાયરસ થી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આ સાથે જ જો તમે કોટનના કપડાથી બનેલા માસ્કનો ઉપયોગ કરતા હોવ, તો તેના ફાયદો એ છે કે તેનો ઉપયોગ તમે વારંવાર કરી શકો છો. બસ તમારે તેની સફાઈનું પૂરું ધ્યાન રાખવું જરૂરી છે.

 

કેવી રીતે તમે તમારા માસ્કને સાફ કરીને ફરી ઉપયોગમાં લઈ શકો છો આવો જાણીએ.

માસ્કને સારી રીતે સાફ કરવા માટે ગરમ પાણી અને સર્ફ અથવા તો સાબુનો ઉપયોગ કરી શકાય છે. અને ધોયા બાદ સૂરજના કડક તડકામાં સુકાવી દેવા. અને એ એટલા માટે કે જો ગરમ પાણીથી સાફ કર્યા પછી પણ કીટાણુઓ માસ્કમાં રહી ગયા છે તો તે તડકામાં પુરી રીતે ખતમ થઈ જાય. ધોમધખતા તડકામાં ઓછામાં ઓછો ચારથી પાંચ કલાક માસ્ક સૂકવવા માટે મૂકો. સાથે જ એ વાતનું ધ્યાન પણ રાખવું કે આજુબાજુ ધૂળ માટી કે રજકણ ન ઉડે.

જો તમે આટલા લાંબા સમય સુધી તમારા માસ્કને તડકામાં નથી રાખી શકતા, તો માસ્ક ધોયા પછી ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ ડેટોલના પાણીમાં રાખી દો, અને પછી તેને સૂકાવા દો.

આ માસ્કનો ઉપયોગ કરતા પહેલા તમે એકવાર તેને અસ્ત્રી જરૂર કરો. અસ્ત્રી કરવાથી તમારું માસ્ક ડીસઇન્ફેકટ થઈ જશે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો