જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

|

Oct 26, 2020 | 12:24 PM

સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે. આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ […]

જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

Follow us on

સવારે ખાલી પેટે હળવું ગરમ પાણી પીવું આરોગ્ય માટે ખૂબ જ લાભકારી અને ગુણકારી છે. દરેકે ઓછામાં ઓછાં પાંચ વાર ગરમ પાણી પીવું જોઈએ. અને આમ પણ કોરોનાકાળમાં તો આયુષ મંત્રાલય પણ ગરમ પાણી પીવાની સલાહ આપી છે.
આમ જોવા જઈએ તો દરેક રીતે પાણી ગુણકારી છે. કારણ કે જો તમને થાક અથવા કમજોરીનો અનુભવ થાય છે. તો તમારા માટે યોગ્ય માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તેનાથી તમને ફાયદો થાય છે. તો વાત કરીએ હુંફાળા ગરમ પાણીની, તો તે શરીર સાથે જોડાયેલી અનેક બીમારીઓને દૂર કરે છે. આમ તો ગરમ પાણી કોઈપણ સમયે લઈ શકાય છે, પણ જ્યારે તમે સવારે ખાલી પેટે હૂંફાળું પાણી પીશો તો તેનો શરીરને વધારે ફાયદો થાય છે.

ગરમ પાણી પેટને સાફ કરે છે :
સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઈ જશે. તેનાથી તમે પૂરી રીતે એનર્જેટિક અનુભવ કરશો. અને તમારો દિવસ તણાવમુક્ત રહે છે. કારણ કે પેટની સમસ્યાઓ થી જ આપણા શરીરમાં ખૂબ જ મુશ્કેલીઓ પેદા થાય છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભૂખ ન લાગવાની ફરિયાદ ને પણ દૂર કરે છે :
કેટલાક લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાના કારણે થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબુનો રસ અને સાથે મીઠું અને કાળી મરી નાખીને પીઓ. તેનાથી તમને જરૂર ફાયદો થશે.

વજન ઘટાડવામાં પણ મદદ કરે છે :
ગરમ પાણી વધતા વજનને ઘટાડવા માટે પણ રામબાણ ઉપાય છે. તેને રોજ ઉપયોગમાં લેવાથી તમે વધતા વજનથી છુટકારો મેળવી શકો છો. આ પાણીના સેવનથી વજન ઓછું કરવામાં ઘણા અંશે મદદ મળે છે.

ચહેરાની રોનક બનાવી રાખવા માટે :
ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલી નથી પડતી અને ચહેરાની રોનક પણ હંમેશા બની રહે છે. તેના સેવનથી તમારા વાળ જલદી સફેદ થતાં અટકે છે.

થાકથી મળે છે રાહત :
જો તમને કોઈ પણ કામ કર્યા પછી થાક લાગતો હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવો. તેનાથી શરીરનો બધો થાક દૂર થઇ જશે અને તમને ઉર્જા મળશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

 

આ પણ વાંચોઃ ઊંઘમાં બોલવાની આદતને ન કરો નજરઅંદાજ, જાણો શું હોઈ શકે છે કારણો અને ઉપાય ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article